*એક બૌદ્ધિક (ઇલ્મી) જોક 👌🏻😅*

એક વકીલ સાહેબે એક શિક્ષકન...
Ummah Post
6 May, 2025

*એક બૌદ્ધિક (ઇલ્મી) જોક 👌🏻😅*

એક વકીલ સાહેબે એક શિક્ષકને (ઉસ્તાદને) પોતાનો કૂવો વેચી દીધો. બે દિવસ પછી વકીલ સાહેબ શિક્ષક પાસે આવ્યા અને કહેવા લાગ્યા, "માસ્તર સાહેબ, મેં તમને કૂવો વેચ્યો છે, તેનું પાણી નહીં! જો પાણી વાપરશો તો તેના પૈસા અલગથી આપવા પડશે."

શિક્ષક હસ્યા અને બોલ્યા, "જી બિલકુલ! હું પણ તમારી પાસે જ આવવાનો હતો. કહેવાનું એ હતું કે તમે તમારું પાણી મારા કૂવામાંથી બહાર કાઢી લો, નહીં તો કાલથી ભાડું ચૂકવવું પડશે!"

આ સાંભળીને વકીલ ગભરાઈ ગયા અને બોલ્યા, "અરે ભાઈ, હું તો બસ મજાક કરી રહ્યો હતો!"

શિક્ષકે હસતા હસતા જવાબ આપ્યો, "વકીલ સાહેબ, તમારા જેવા લોકો અમારી પાસે ભણીને જ વકીલ બને છે!"

શિક્ષકગણને સલામ! 🫡

Share this article
એક નવયુવાનની ઇસ્તિકામત (દૃઢતા)
લેખો

એક નવયુવાનની ઇસ્તિકામત (દૃઢતા)

સમરકંદની આ જ સફર દરમિયાન એક આલિમ એક નવયુવાનને આ આજીઝ (શેખ પીર ઝુલ્ફિકાર અહમદ નક્ષબંદી) સાથે મુલાકાત કરાવવા માટે લાવ્યા અને જણાવ્યું કે આ એ નસીબદાર નવયુવાન છે જે રશિયન ક્રાંતિના સમયમાં પાંચ વખત અઝાન આપીને ખુલ્લેઆમ નમાઝ પઢતો હતો. આ સાંભળીને આ આજીઝને આશ્ચર્ય થયું અને પૂછ્યું: "તે કેવી રીતે?" તે નવયુવાન...