એક બંધ દુકાનના ઓટલા પર બેઠેલા બે વૃદ્ધો અંદરોઅંદર વાતો કરતાં...
Ummah Post
5 June, 2025

એક બંધ દુકાનના ઓટલા પર બેઠેલા બે વૃદ્ધો અંદરોઅંદર વાતો કરતાં કરતાં હસી-હસીને બેવડ વળી રહ્યા હતા, ત્યાં એક જિજ્ઞાસુ વટેમાર્ગુએ તેમને આટલા ખુશ થવાનું કારણ પૂછી લીધું.

એક વૃદ્ધે માંડ-માંડ પોતાના હાસ્ય પર કાબૂ મેળવતાં કહ્યું: "અમારી પાસે આ દેશની સમસ્યાઓ ઉકેલવા માટે એક શાનદાર યોજના છે. અને એ યોજના એ છે કે આખી પ્રજાને જેલમાં ધકેલી દેવામાં આવે... અને એ બધાની સાથે એક ગધેડાને પણ જેલમાં પૂરવામાં આવે."

વટેમાર્ગુએ આશ્ચર્યથી બંને તરફ જોયું અને પૂછ્યું: "એ બધાની સાથે એક ગધેડાને શા માટે કેદ કરવામાં આવે?"

બંને વૃદ્ધોએ આકાશ ગજવતો ગગનભેદી અટ્ટહાસ્ય કર્યો અને એકબીજા સામે જોયું, પછી એક વૃદ્ધે બીજાને કહ્યું: "જોયું રહીમા! આવી ગયો ને તને મારી વાત પર ભરોસો? હું નહોતો કહેતો કે ખુદાના સોગંદ, આ પ્રજા વિશે કોઈ પૂછશે પણ નહીં (બધા માત્ર ગધેડા વિશે જ ચિંતા કરશે)!"

Share this article
તલાકનું કારણ...??
લેખો

તલાકનું કારણ...??

કહેવાય છે કે એક અરબી વ્યક્તિએ (اعرابی) તેની પત્નીને તલાક આપી દીધા. કેટલાક લોકો તેની પાસે પૂછવા અને કારણ જાણવા આવ્યા કે તેણે તલાક કેમ આપ્યા? તેણે કહ્યું: "તે હજુ ઇદ્દત (عدت) માં છે, હજી સુધી તે મારી પત્ની છે અને મને તેની સાથે ફરી સંબંધ જોડવાનો (રુજૂ કરવાનો) અધિકાર છે. જો હું તેની ખામીઓ તમારી સામે જાહ...