*(લગ્ન પહેલા)*

તમે જ્યારે હસો છો ત્યારે ફૂલોની અદા જેવા લ...
Ummah Post
9 June, 2025

*(લગ્ન પહેલા)*

તમે જ્યારે હસો છો ત્યારે ફૂલોની અદા જેવા લાગો છો,

અને જ્યારે ચાલો છો ત્યારે સવારના ઠંડા પવનની લહેરખી જેવા લાગો છો.

તમે બંને હાથોમાં તમારો ચહેરો છુપાવી લો છો,

તમે પૂર્વીય અપ્સરા (હૂર) છો, કન્યાની શરમ જેવા લાગો છો.

મારા ખભા પર માથું નમાવીને કંઈ કહેશો નહીં,

તમે કેટલા માસૂમ છો, વફાદારીની મૂર્તિ જેવા લાગો છો.

જ્યારે તમે વાત કરો છો ત્યારે રણકાર સંભળાય છે,

તમે મોજાનું ગીત છો, કોયલનો અવાજ જેવા લાગો છો.

તમારી ઝુલ્ફોના આ વાદળો લઈને તમે ક્યાં જશો?

આજે તમે શ્રાવણની મનમોહક ઘટા જેવા લાગો છો.

તમે જેને જોઈ લો, તેને પીવાની શું જરૂર છે...?

જે આખી જિંદગી રહે, એવો નશો જેવા લાગો છો.

મેં તમારી સાથે આ વાતો કરીને અનુભવ્યું છે,

તમે આ દુનિયામાં આખી દુનિયાથી અલગ લાગો છો...!

💠💠💠💠💠💠

*(લગ્ન પછી)*

તમે જ્યારે હસો છો ત્યારે વળગાડવાળા (ભૂત વળગ્યું હોય તેવા) લાગો છો,

અને જ્યારે રડો છો ત્યારે તેનાથી પણ વધુ ખરાબ લાગો છો.

તમે બંને હાથોમાં મારું પાકીટ છુપાવી લો છો,

તમે સાક્ષાત ચોર છો, ચોરોની સભા જેવા લાગો છો.

મારા ખભા પર માથું નમાવીને કંઈ કહેશો નહીં,

વાત કરતી વખતે તમે ફાટેલા ભોંગળા (લાઉડસ્પીકર) જેવા લાગો છો.

આ ઝેર ભરેલી ફેણ લઈને તમે કઈ તરફ જશો?

આજે તમે વિફરેલી નાગણની અદા જેવા લાગો છો.

જો તમે સાથે હોવ તો દુશ્મનની શું જરૂર છે?

બલ્કે તકલીફ આપવામાં તો તમે દુશ્મન કરતાં પણ ચઢિયાતા લાગો છો.

મેં તમારી સાથે રહીને એ અનુભવ્યું છે,

મારા માથે પડી હોય એવી કોઈ મુસીબત (બલા) જેવા લાગો છો.

🤣🤣🤣🤣🤣

Share this article
ફેક લાઈફ (બનાવટી જિંદગી) નો ફિતનો
લેખો

ફેક લાઈફ (બનાવટી જિંદગી) નો ફિતનો

ઇન્સાનના અખ્લાક્રી વજૂદ (નૈતિક અસ્તિત્વ) ને જે ખતરનાક બીમારીઓ લાગુ પડી છે, તેમાં જૂઠ અને મબાલગા (અતિશયોક્તિ) પર આધારિત જિંદગી ગુજારવાનો ફિતનો (દૂષણ) આજકાલના સમયમાં મોખરે છે. એક સમય હતો કે માણસની જિંદગીના અંગત પાસાઓ છુપાયેલા રહેતા હતા, પરંતુ સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના યુગમાં હવે કોઈ વસ્તુ પ્રાઈવેટ...