અરીસાની સામે ઊભેલી પત્નીએ પતિને પૂછ્યું:
"શું હું બહુ જાડી...
Ummah Post
11 June, 2025

અરીસાની સામે ઊભેલી પત્નીએ પતિને પૂછ્યું:

"શું હું બહુ જાડી લાગી રહી છું?"

ઝઘડો ન થઈ જાય તે વિચારીને પતિએ સ્મિત સાથે કહ્યું:

"અરે ના, બિલકુલ પણ નહીં!"

પત્ની ખુશ થઈ ગઈ અને રોમેન્ટિક થઈને બોલી:

"ઠીક છે તો પછી મને તમારા હાથોમાં ઉઠાવીને ફ્રિજ સુધી લઈ ચાલો, મારે આઈસ્ક્રીમ ખાવી છે."

પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને ચિંતિત પતિ બોલ્યો:

"જાનેમન તું અહીં જ રોકાઈ જા, હું ફ્રિજ ઉઠાવીને લઈ આવું છું!"

Share this article
એવી નમાઝ હવે કોણ પઢશે?
લેખો

એવી નમાઝ હવે કોણ પઢશે?

વર્ણવાય છે કે ઇસામ બિન યુસુફ, હઝરત હાતિમ અસમ રહમતુલ્લાહ અલૈહની મજલિસમાં આવ્યા અને તેમના પર વાંધો ઉઠાવવા (એતરાઝ કરવા) ચાહતા હતા. તેથી ઇસામે હાતિમને કહ્યું: "હે અબુ અબ્દુર્રહમાન!" (આ હાતિમની કૂન્યત એટલે કે ઉપનામ છે) "આપ નમાઝ કઈ રીતે અદા કરો છો?" હાતિમ રહમતુલ્લાહ અલૈહે તેમની તરફ ધ્યાન આપીને ફરમાવ્યું:...