એક વૃદ્ધ માણસ તરબૂચ વેચી રહ્યો હતો. તેણે બોર્ડ પર લખી રાખ્યુ...
Ummah Post
26 June, 2025

એક વૃદ્ધ માણસ તરબૂચ વેચી રહ્યો હતો. તેણે બોર્ડ પર લખી રાખ્યું હતું:

30 રૂપિયાનું એક તરબૂચ

100 રૂપિયાના ત્રણ

એટલામાં એક યુવાન આવ્યો જે ભણેલો-ગણેલો લાગતો હતો. તેણે પહેલા 30 રૂપિયાનું એક તરબૂચ ખરીદ્યું, પછી 30 રૂપિયાનું બીજું તરબૂચ ખરીદ્યું, આમ અલગ-અલગ કરીને ત્રીજું પણ 30 રૂપિયામાં ખરીદ્યું.

જતી વખતે તે વૃદ્ધ તરફ ફર્યો અને કહેવા લાગ્યો:

"કદાચ તમને ખબર ન પડી, પણ જુઓ મેં અલગ-અલગ કરીને તરબૂચ ખરીદ્યા અને 10 રૂપિયા બચાવી લીધા. કદાચ આ વેપાર વગેરે તમારા બસની વાત નથી. તમે તમારા માટે કોઈ બીજું કામ શોધી લો."

વૃદ્ધે હસતાં હસતાં કહ્યું:

"તમારા જેવા કેટલાય યુવાનો રોજ આવે છે. તેમને જરૂર માત્ર એક જ તરબૂચની હોય છે, પણ એકના બદલે ત્રણ-ત્રણ ખરીદે છે અને જતી વખતે આ જ સલાહ આપીને જાય છે!" 😂😂

Share this article
વેપારમાં સ્ત્રી-પુરુષોનું મિશ્રણ
લેખો

વેપારમાં સ્ત્રી-પુરુષોનું મિશ્રણ

મલફૂઝાત : હઝરત મૌલાના મોહમ્મદ હકીમ અખ્તર સાહેબ રહમતુલ્લાહી અલૈહ - કારોબારી (વ્યાપારિક) લાઈનમાં પણ મર્દ અને ઝન (સ્ત્રી-પુરુષો)નું ઇખ્તિલાત (મિશ્રણ/મેળજોળ) ચરમસીમાએ છે, જુઓ! પ્રથમ તો એવી રોજી શોધવી જોઈએ જેમાં ગુનાહનો ડર ન હોય, સ્ત્રીઓનો સામનો ન કરવો પડે, ભલે રોજી ઓછી હોય. પેટ પર પથ્થર બાંધીને પણ જ...