શું સ્ત્રી એકલી તરબિયત (ઉછેર) ન કરી શકે ❗ ⬇️
ઇતિહાસ સાક્ષી...
Ummah Post
29 July, 2025

શું સ્ત્રી એકલી તરબિયત (ઉછેર) ન કરી શકે ❗ ⬇️

ઇતિહાસ સાક્ષી છે કે ઘણા મહાન વિદ્વાનોને તેમની માતાઓ અથવા નજીકની મહિલાઓએ જ સંવાર્યા છે અને મહાનતાનો માર્ગ બતાવ્યો છે.

🔹 ઇમામ બુખારીને તેમની માતાએ તરબિયત આપી હતી.

🔹 ઇમામ શાફઇને તેમની માતાએ શિક્ષણ અને તરબિયતના ઘરેણાંથી શણગાર્યા હતા.

🔹 ઇમામ અહમદ બિન હમ્બલનો ઉછેર પણ તેમની માતાના હાથે થયો હતો.

🔹 ઇમામ હાફિઝ ઇબ્ને હજરનો ઉછેર તેમની બહેને કર્યો હતો.

🔹 ઇમામ ઇબ્ને તૈમિયાનું નામ તેમની દાદી "તૈમિયા" તરફથી છે, જેઓ એક વિદ્વાન અને ઉપદેશક મહિલા હતા.

✦ સ્ત્રીઓ જ પુરુષોની અસલ ઘડવૈયા છે.

જ્યારે સ્ત્રી સુધરે છે ત્યારે ઘર સુધરે છે અને જ્યારે ઘર સુધરે છે ત્યારે આખો સમાજ નિખરી જાય છે.

ટૂંકમાં એ કે સ્ત્રીની તરબિયત, ચારિત્ર્ય અને જ્ઞાન તથા સમજણની અસર પેઢીઓ સુધી જાય છે.

Share this article
સહાબા ઇકરામ (રઝિ.) ના હુબ્બે-નબી (નબી પ્રત્યેના પ્રેમ) ની એક ખાસ દલીલ
લેખો

સહાબા ઇકરામ (રઝિ.) ના હુબ્બે-નબી (નબી પ્રત્યેના પ્રેમ) ની એક ખાસ દલીલ

આપણામાંથી કોઈ પણ માણસની જુવાની જ્યારે ઢળવા લાગે છે અને તે આધેડ ઉંમર તરફ વધવા લાગે છે, ત્યારે સામાન્ય રીતે વાળ સફેદ થવાનું શરૂ થાય છે. જ્યારે વાળ સફેદ થવાનું હજુ શરૂ જ થયું હોય, ત્યારે જો કોઈ માણસને પૂછવામાં આવે કે તમારા શરીરમાં કેટલા વાળ સફેદ છે? તો બહુ મુશ્કેલ છે કે તે ગણતરી સાથે જણાવી શકે કે આટલા...