એક બાળક પોતાના બંને હાથમાં એક-એક સફરજન લઈને ઊભો હતો.

પિતા...
Ummah Post
28 August, 2025

એક બાળક પોતાના બંને હાથમાં એક-એક સફરજન લઈને ઊભો હતો.

પિતાએ કહ્યું:

"બેટા, એક સફરજન મને આપીશ?"

દીકરાએ સાંભળતાની સાથે જ સફરજનને પોતાના દાંતથી બચકું ભરી લીધું. પિતા કંઈ બોલે તે પહેલાં, તેણે બીજા સફરજનને પણ બચકું ભરી લીધું.

પોતાના દીકરાની આ હરકત જોઈને પિતાનું દિલ ધ્રુજી ઊઠ્યું અને તેમના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું.

ત્યારે જ દીકરાએ પોતાના જમણા હાથવાળું સફરજન આગળ વધારતા કહ્યું, "પપ્પા, આ લો, આ વધારે મીઠું છે!"

આપણે ક્યારેય આખી વાત અને બાબતને સમજવાનો પ્રયત્ન નથી કરતા, બધી ગેરસમજો આનાથી જ ઊભી થાય છે અને આ જ બગાડનું મુખ્ય કારણ છે...

Share this article
કૌમની ગફલત અને બરબાદી પર મૌલાના અબુલ કલામ આઝાદનું દર્દ
લેખો

કૌમની ગફલત અને બરબાદી પર મૌલાના અબુલ કલામ આઝાદનું દર્દ

આહ! કોઈ નથી, બધા ગુમરાહ (ભટકી) થઈ ગયા; બધા નકામા નીકળ્યા, બધા ગફલતમાં ડૂબી ગયા, બધા પર મોતની ઊંઘ છવાઈ ગયા; બધાએ એક જ સરખી હલાકત (વિનાશ) નો ઘૂંટડો પી લીધો, બધા એક જ પ્રકારની તબાહીઓ પર તૂટી પડ્યા; બધાએ ખુદાને છોડી દીધો, બધાએ તેની મહોબ્બતથી મોઢું ફેરવી લીધું, બધાએ તેના સંબંધને કલંકિત કરી દીધો; બધા પારક...