અસ્સલામુ અલયકુમ

ઇસ્લામિક ઇતિહાસ
ભાગ (એપિસોડ) નંબર 3

ફ...
Ummah Post
9 October, 2024

અસ્સલામુ અલયકુમ

ઇસ્લામિક ઇતિહાસ

ભાગ (એપિસોડ) નંબર 3

ફરિશ્તાઓ અલ્લાહની મખ્લૂક (સૃષ્ટિ) છે

ફરિશ્તાઓ અલ્લાહ તઆલાની મખ્લૂક છે, જેઓ નૂર (પ્રકાશ) માંથી પેદા થયા છે. તેઓ આપણી નજરોથી ગાયબ (અદ્રશ્ય) છે. તેઓ ક્યારેય અલ્લાહ તઆલાની નાફરમાની (અનાદર) કરતા નથી. અલ્લાહ તઆલાએ તેમને અલગ-અલગ કામો સોંપ્યા છે, તેઓ દરેક સમયે તે જ કાર્યોમાં વ્યસ્ત રહે છે. ફરિશ્તાઓ બેશુમાર (અસંખ્ય) છે, તેમની સાચી સંખ્યા માત્ર અલ્લાહ તઆલા જ જાણે છે. તેમનામાંથી ચાર ફરિશ્તાઓ ખૂબ જ મશહૂર અને મુકર્રબ (નજીકના) છે:

(1) હઝરત જિબ્રાઈલ અલયહિસ્સલામ, જેઓ અલ્લાહના પુસ્તકો અને આદેશો પયગંબરો પાસે લાવતા હતા.

(2) હઝરત ઇસ્રાફીલ અલયહિસ્સલામ, જેઓ કયામતના દિવસે અલ્લાહ તઆલાના હુકમથી સૂર (રણશિંગડું) ફૂંકશે.

(3) હઝરત મીકાઈલ અલયહિસ્સલામ, જેઓ વરસાદની વ્યવસ્થા કરવા અને મખ્લૂક (જીવો) સુધી રોજી પહોંચાડવા માટે નિયુક્ત છે.

(4) હઝરત અઝ્રાઈલ અલયહિસ્સલામ, જેઓ મખ્લૂકના પ્રાણ (જાન) કાઢવા માટે નિયુક્ત છે.

તેવી જ રીતે આ સિવાય પણ બીજા ઘણા બધા ફરિશ્તાઓ છે, જેઓ અલ્લાહ તઆલાની હમ્દ વ સના (પ્રશંસા) અને તેની પવિત્રતા બયાન કરવામાં લીન રહે છે.

Share this article
ફેક લાઈફ (બનાવટી જિંદગી) નો ફિતનો
લેખો

ફેક લાઈફ (બનાવટી જિંદગી) નો ફિતનો

ઇન્સાનના અખ્લાક્રી વજૂદ (નૈતિક અસ્તિત્વ) ને જે ખતરનાક બીમારીઓ લાગુ પડી છે, તેમાં જૂઠ અને મબાલગા (અતિશયોક્તિ) પર આધારિત જિંદગી ગુજારવાનો ફિતનો (દૂષણ) આજકાલના સમયમાં મોખરે છે. એક સમય હતો કે માણસની જિંદગીના અંગત પાસાઓ છુપાયેલા રહેતા હતા, પરંતુ સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના યુગમાં હવે કોઈ વસ્તુ પ્રાઈવેટ...