*{ઇસ્લામ સામે બગાવત (બંડ), બ્રહ્માંડ (કાયનાત) ના શાસક સામે બ...
Ummah Post
By Mohd
6 November, 2020

*{ઇસ્લામ સામે બગાવત (બંડ), બ્રહ્માંડ (કાયનાત) ના શાસક સામે બગાવત છે}*

એટલે કે અલ્લાહની નજરમાં મનુષ્ય માટે માત્ર એક જ જીવન-પ્રણાલી (નિઝામ-એ-ઝિંદગી) અને એક જ જીવનશૈલી સાચી અને યોગ્ય છે, અને તે એ છે કે મનુષ્ય અલ્લાહને પોતાના માલિક અને માબૂદ (પૂજ્ય) સ્વીકારે અને તેની બંદગી તથા ગુલામીમાં પોતાને સંપૂર્ણપણે સોંપી દે, અને તેની ઇબાદતની રીત પોતે નક્કી (ઈજાદ) ન કરે; પરંતુ તેણે પોતાના પયગંબરો દ્વારા જે હિદાયત (માર્ગદર્શન) મોકલી છે, કોઈપણ વધારા કે ઘટાડા વગર માત્ર તેનું જ પાલન કરે. આ જ વિચાર અને અમલની રીતનું નામ "ઇસ્લામ" છે, અને આ વાત તદ્દન સાચી છે કે બ્રહ્માંડના સર્જનહાર અને માલિક પોતાની સૃષ્ટિ (મખ્લૂક) અને પ્રજા માટે આ ઇસ્લામ સિવાય અન્ય કોઈ વર્તનને જાયઝ (માન્ય) ન ગણે. માણસ પોતાની મૂર્ખતાથી પોતાને નાસ્તિકતાથી લઈને શિર્ક અને મૂર્તિપૂજા સુધીના દરેક વિચારધારા અને પંથનું પાલન કરવાનો હકદાર સમજી શકે છે, પરંતુ બ્રહ્માંડના શાસકની નજરમાં તો આ સ્પષ્ટ બગાવત (બંડ) છે.

Share this article
નિઃસ્વાર્થ ભક્તિનું ઉદાહરણ
લેખો

નિઃસ્વાર્થ ભક્તિનું ઉદાહરણ

જ્યારે હઝરત સાદ બિન અબી વક્કાસ (રઝીઅલ્લાહુ અન્હુ) એ મદાયન વિજય (ફતહ) કર્યું, ત્યારે તેમણે જાહેરાત કરાવી કે જે મુજાહિદ (યોદ્ધા) પાસે જે પણ માલ-એ-ગનીમત (યુદ્ધમાં મળેલી સામગ્રી) હોય, તે બધું લાવીને એક જગ્યાએ જમા કરાવે જેથી આપણે તેને વહેંચી શકીએ. લોકો માલ-એ-ગનીમત જમા કરાવવા લાગ્યા. ત્રણ દિવસ વીતી ગયા અન...