કલમ મારી કાસિર (અસમર્થ) છે, અલ્ફાઝ (શબ્દો) નથી,
હું શું લખુ...
Ummah Post
7 November, 2024

કલમ મારી કાસિર (અસમર્થ) છે, અલ્ફાઝ (શબ્દો) નથી,

હું શું લખું એવી શખ્સિયત વિશે_____?

જેઓ દરેક ક્ષણે આપણને પોતાની આગોશ (ગળે) માં રાખે છે_____

પોતાની દુઆઓમાં આપણી ખુશીઓ અને કામયાબી વ કામરાની (સફળતા) ની દુઆઓ માંગે છે______

રાતના અંધારામાં જ્યારે આખી દુનિયા સૂઈ રહી હોય છે ત્યારે, તેઓ આપણા હકમાં હલાલ રિઝ્કની બરકતો માંગે છે___

જ્યારે આપણે ગમગીન હોઈએ છીએ ત્યારે સીનેથી લગાડે છે____

જ્યારે આપણે દર્દમાં હોઈએ છીએ ત્યારે પોતાના કરતાં વધુ તેમને પરેશાન જોઈએ છીએ____

આ ફાની (નાશવંત) દુનિયામાં આ રીતે બેઇન્તહા અને બેલોસ (નિઃસ્વાર્થ) મહોબ્બત કરનારી શખ્સિયત સિર્ફ અને સિર્ફ વાલેદૈન (માતા-પિતા) છે___

તો કેમ ન આપણે કહીએ તેમના હકમાં:

*રબ્બીર હમહુમા કમા રબ્બયાની સગીરા* (હે મારા રબ! તે બંને પર રહમ કર જેવી રીતે તેમણે બાળપણમાં મને ઉછેર્યો)

💓🤍💖🤲🏻✨

✍🏻.......બિન્તે શમશીર 🤍✨

Share this article
એક રાતની વાર્તા (હાતિમ તાઈ અને અનાથ બાળકની ઉદારતા)
લેખો

એક રાતની વાર્તા (હાતિમ તાઈ અને અનાથ બાળકની ઉદારતા)

એક માણસે હાતિમ તાઈને પૂછ્યું: "ઓ હાતિમ! શું ઉદારતામાં (સખાવતમાં) કોઈ તમારાથી આગળ વધ્યું છે?" હાતિમ તાઈએ જવાબ આપ્યો: "હા! તય કબીલાનો એક યતીમ (અનાથ) બાળક મારા કરતાં વધુ સખી (ઉદાર) નીકળ્યો, જેનો કિસ્સો કંઈક એવો છે કે મુસાફરી દરમિયાન હું રાત રોકાવા માટે તેના ઘરે ગયો. તેની પાસે કુલ દસ બકરીઓ હતી. તેણે એક...