"અરબી સાહિત્યમાંથી"
જ્યારે લીડર વરુએ તેના યુવાન વરુઓને જીવન...
Ummah Post
14 November, 2024

"અરબી સાહિત્યમાંથી"

જ્યારે લીડર વરુએ તેના યુવાન વરુઓને જીવનનો પાઠ અને જીવવાની કળા શીખવવા માંગી, ત્યારે તે તેમને ઘેટાંના ટોળા પાસે લઈ ગયો અને તેમને સંબોધીને કહ્યું:

"આ ઘેટાંનું માંસ સ્વાદિષ્ટ હોય છે."

તે પછી, તેણે દૂર ઉભેલા ભરવાડ તરફ ઈશારો કરીને ચેતવણી આપી:

"આ માણસની લાકડીનો ફટકો પીડાદાયક હોય છે, તેથી સંભાળીને અને સાવધાનીથી શિકાર કરજો."

અને જ્યારે તે યુવાન વરુઓએ ઘેટાંના ટોળા પાસે એક કૂતરો ઉભેલો જોયો, ત્યારે તેમણે લીડરને કહ્યું:

"આ તો દેખાવમાં હૂબહૂ આપણા જેવો જ લાગી રહ્યો છે."

લીડરે આ સાંભળીને તેમને ખૂબ જ પ્રભાવશાળી જવાબ આપ્યો:

"જેવો આ કૂતરો નજરે પડે, ત્યાંથી તરત જ ભાગી જાઓ! કારણ કે આપણે આપણા જીવનમાં અત્યાર સુધી જે કંઈ પણ દર્દ સહન કર્યું છે, તે એવા લોકોના કારણે સહન કર્યું છે જેઓ આપણા જેવા દેખાય તો છે પણ જરાય આપણા નથી હોતા...!!!"

- સાભાર

Share this article
પિતાનો ઉપદેશક જવાબ
લેખો

પિતાનો ઉપદેશક જવાબ

અબુલ કલામ કહે છે: એક રાત્રે જમવાના સમયે મારી માતાએ શાક અને બળેલી રોટલી મારા પિતાની સામે મૂકી દીધી. હું પિતાની પ્રતિક્રિયાની રાહ જોતો રહ્યો કે કદાચ તેઓ ગુસ્સો કરશે, પરંતુ તેમણે ખૂબ જ શાંતિથી ભોજન લીધું અને સાથે જ મને પૂછ્યું કે આજે સ્કૂલમાં મારો દિવસ કેવો રહ્યો? મને યાદ નથી કે મેં શું જવાબ આપ્ય...