*"તમારું સ્થાન (મકામ) એ જ છે જ્યાં અલ્લાહે તમને વ્યસ્ત (મસરૂ...
Ummah Post
27 November, 2024

*"તમારું સ્થાન (મકામ) એ જ છે જ્યાં અલ્લાહે તમને વ્યસ્ત (મસરૂફ) રાખ્યા છે."*

*કોઈ વડીલે (બુઝુર્ગે) શું સુંદર ફરમાવ્યું છે:*

જો તમે એ જાણવા માંગો છો કે અલ્લાહની નજદીક તમારું સ્થાન શું છે, તો જુઓ કે તે તમને કયા કામમાં વ્યસ્ત (મશ્ગૂલ) રાખે છે:

*જો તે તમને પોતાના ઝિક્ર (સ્મરણ) માં વ્યસ્ત રાખે,*

તો જાણી લો કે તે તમને યાદ રાખવા માંગે છે.

*જો તમને કુઆર્નમાં વ્યસ્ત કરે,*

તો સમજી લો કે તે તમારી સાથે વાતચીત (હમકલામ) કરવા માંગે છે.

*જો તમને નેક કાર્યો (સારા કર્મો) માં વ્યસ્ત કરે,*

તો જાણી લો કે તે તમને પોતાનાથી નજીક કરવા માંગે છે.

*જો દુનિયાદારીની બાબતોમાં ગૂંચવી રાખે,*

તો એમ સમજો કે તે તમને પોતાનાથી દૂર કરી રહ્યો છે.

*જો તમને લોકોની આપસી બાબતો (પંચાત) માં વ્યસ્ત રાખે,*

તો એ જાણી લો કે તે તમને મહત્વહીન (બેવકત) કરવા માંગે છે.

*જો દુઆ માંગવામાં વ્યસ્ત કરે,*

તો વિશ્વાસ રાખો કે તે તમને નવાજવા (આશીર્વાદ આપવા) માંગે છે.

*જો ફાયદાકારક ઇલ્મ (જ્ઞાન) માં વ્યસ્ત કરે,*

તો તે ઈચ્છે છે કે તમે તેની ઓળખ (મઆરિફત) હાસિલ કરો.

*જો તમને જિહાદ ફી સબીલીલ્લાહ (અલ્લાહના માર્ગમાં સંઘર્ષ) માં લગાવે,*

તો તે તમને પોતાના માટે પસંદ કરવા માંગે છે.

*જો ખિદમતે-ખલ્ક (માનવ સેવા) અને ભલાઈના કાર્યોમાં વ્યસ્ત રાખે,*

તો જાણી લો કે તે તમને પોતાના પ્રેમવાળા કાર્યોમાં લગાવી રહ્યો છે.

*અને જો તમને બિનજરૂરી કાર્યોમાં વ્યસ્ત રાખે,*

તો સમજો કે તે તમને પોતાના પ્રેમમાંથી બહાર કાઢી રહ્યો છે.

*જો તમને દીન (ધર્મ) માં ફેરફાર કરવા અથવા એવા કાર્યોમાં વ્યસ્ત રાખે જે તેની નાફરમાની (અવજ્ઞા) ના હોય,*

તો જાણી લો કે તે તમને પોતાના પ્રેમથી વંચિત (મહરૂમ) કરી રહ્યો છે.

*અને જો તે તમને પોતાના બંદાઓને તકલીફ અને પીડા પહોંચાડવામાં વ્યસ્ત રહેવા દે,*

તો જાણી લો કે તમને ખૈર (ભલાઈ) થી વંચિત કરવામાં આવી રહ્યા છે.

*તેથી, તમારી પોતાની સ્થિતિ પર વિચાર કરો કે તમે કયા કામમાં વ્યસ્ત છો, કારણ કે તમારું સ્થાન એ જ છે જ્યાં અલ્લાહે તમને વ્યસ્ત રાખ્યા છે.*

*અલ્લાહ અલ્લાહ અલ્લાહ*

https://whatsapp.com/channel/0029VaeP3sk1SWt9tGQDI90Q

Share this article
એક માતા દ્વારા હલાલ અને હરામનો સુંદર પાઠ
લેખો

એક માતા દ્વારા હલાલ અને હરામનો સુંદર પાઠ

આ વાર્તા ડોક્ટર મોહમ્મદ રાતિબ અલ-નાબુલસીની છે જે તે પોતાની માતા વિશે જણાવે છે. તેઓ કહે છે કે એક દિવસ જ્યારે તેઓ નાના હતા, તેમની માતાએ તેમને પૂખ્યું: "શું તું પોતાના હોઠ બંધ કર્યા વિના 'હલાલ' શબ્દ બોલી શકે છે?" તેમણે પ્રયત્ન કર્યો અને સફળતાપૂર્વક પોતાના હોઠ બંધ કર્યા વિના 'હલાલ' શબ્દ બોલી લીધો....