અરસ્તૂ પોતાના શિષ્ય સિકંદરને હંમેશા કહેતો હતો કે સ્ત્રીઓથી દ...
Ummah Post
2 April, 2025

અરસ્તૂ પોતાના શિષ્ય સિકંદરને હંમેશા કહેતો હતો કે સ્ત્રીઓથી દૂર રહ્યો.

મહેલની સ્ત્રીઓએ અરસ્તૂ ને પાઠ ભણાવવા માટે તેની પાછળ એક સુંદર યુવતી લગાડી દીધી, જેથી તે તેમના અને સિકંદરની વચ્ચે દખલગીરી કરવાનું બંધ કરી દે. એક દિવસ તે યુવતીએ અરસ્તૂ પાસે ઘોડેસવારી કરવાની ઈચ્છા વ્યક્ત કરી. અરસ્તૂ પોતે "ઘોડો" બન્યો અને તે યુવતીએ તેના પર સવારી કરી.

આ દરમિયાન સિકંદરને સમાચાર આપી દેવામાં આવ્યા કે, જે ઉસ્તાદ તમને અમારાથી દૂર રાખે છે તેમની પોતાની હાલત જરા આવીને જોઈ લો. જ્યારે સિકંદર ત્યાં પહોંચ્યો અને પૂછ્યું, "ઉસ્તાદ જી, આ શું છે?", ત્યારે અરસ્તૂ એ જવાબ આપ્યો, "એટલા માટે જ તો તને રોકું છું કે સ્ત્રીઓથી દૂર રહે... જે તારા ઉસ્તાદની આવી હાલત કરી શકે છે, તે તારી શું હાલત કરશે!" 🫣😆

*٭٭••✦✿ ઉર્દૂ ઇસ્લામિક વાર્તાઓ ✿✦••٭٭*

Share this article
યુવા પેઢીનો ઉછેર: શરીઅત વિરુદ્ધ સામાજિક પરંપરાઓ
લેખો

યુવા પેઢીનો ઉછેર: શરીઅત વિરુદ્ધ સામાજિક પરંપરાઓ

કેટલા પુરુષો છે જેમને બાલિગ (પુખ્ત) થતાં જ "સૂરહ અલ-માઇદાહ" ની તફસીર ભણાવવામાં આવી અને કેટલી મહિલાઓ છે જેમને બાલિગ થતાં જ "સૂરહ અન-નૂર" ની તફસીર ભણાવવામાં આવી? જાણું છું, ખૂબ ઓછા છે. પણ બીજી બાજુ જુઓ...! કેટલા પુરુષો છે જેમણે માતા-પિતા પાસેથી બાલિગ થયા પછી સાંભળ્યું કે "તારી કોઈ એવી-તેવી વાત...