અપરિણિત લોકો લગ્નના વિચારોમાં છે, 
પરિણિત લોકો છૂટાછેડાના ચ...
Ummah Post

અપરિણિત લોકો લગ્નના વિચારોમાં છે,

પરિણિત લોકો છૂટાછેડાના ચક્કરમાં છે...

બાળકોને મોટા થવાની ઉતાવળ છે,

મોટાઓને બાળપણ ફરી પાછું મેળવવાની આરઝૂ (ઈચ્છા) છે...

નોકરી કરનારાઓ પોતાના કામની હાડમારીઓથી પરેશાન છે, બેરોજગારોના હોઠ પર કામ મળવાની દુઆઓ છે...

ગરીબોને અમીરોની જિંદગીની હસરત છે,

અમીરોને એક ક્ષણ આરામની તમન્ના છે...

પ્રખ્યાત હસ્તીઓ છુપાવાના ઠેકાણા શોધી રહી છે,

સામાન્ય લોકો પ્રખ્યાત થવાની ઈચ્છા રાખે છે.

અજીબ દુનિયાના રહેવાસી છીએ આપણે... આપણે એ જાણવું જોઈએ કે ખુશહાલીનો એકમાત્ર ફોર્મ્યુલા એ છે કે જે નેમતો (આશીર્વાદ) રબ તરફથી આપણને મળી છે આપણે બસ તેની કદર કરીએ.

Share this article
એક જ કતારમાં ઉભા રહયા મહમૂદ અને અયાઝ (ઇસ્લામી ન્યાયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ)
લેખો

એક જ કતારમાં ઉભા રહયા મહમૂદ અને અયાઝ (ઇસ્લામી ન્યાયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ)

ઇમામ અબૂ યુસુફ (રહ.) ખલીફા હારૂન રશીદના સમયમાં સમગ્ર ઇસ્લામી જગતના મુખ્ય ન્યાયાધીશ (કાઝી-ઉલ-કુઝઆત) હતા. એકવાર તેમની પાસે ખલીફા હારૂન રશીદ અને એક ખ્રિસ્તી (નસરાની) નાગરિકનો મુકદ્દમો આવ્યો. ઇમામ સાહેબે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી ન્યાયીક ચુકાદો ખ્રિસ્તી નાગરિકની તરફેણમાં આપ્યો. આવા ઉજ્જવળ અને પ્રે...