*શેખુલ ઇસ્લામ ♥*

શેખુલ ઇસ્લામ સમગ્ર ઇસ્લામી જગતની સૌથી મો...
Ummah Post
2 April, 2025

*શેખુલ ઇસ્લામ ♥*

શેખુલ ઇસ્લામ સમગ્ર ઇસ્લામી જગતની સૌથી મોટી વિદ્વાન (ઇલ્મી) શખ્સિયતને કહેવામાં આવે છે.

સૌથી પહેલા આ ખિતાબ (લકબ) સાતમી સદીના મુહદ્દિસ (હદીસના જ્ઞાતા) અને એક પ્રકાંડ વિદ્વાન "શેખુલ ઇસ્લામ અલ્લામા ઇબ્ને તૈમિયા રહમતુલ્લાહ અલયહ" ને આપવામાં આવ્યો હતો.

ત્યારબાદ બીજી વખત નજીકના ભૂતકાળમાં દારુલ ઉલૂમ દેવબંદના શેખુલ હદીસ અને જમીઅત ઉલેમા-એ-હિન્દના પ્રમુખ "શેખુલ ઇસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહમતુલ્લાહ અલયહ" ને આ ખિતાબથી નવાજવામાં આવ્યા હતા.

જ્યારે વર્તમાન સમયમાં "શેખુલ ઇસ્લામ હઝરત મૌલાના મુફ્તી મુહમ્મદ તકી ઉસ્માની સાહેબ" ને આ ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા છે.

અલ્લાહ તઆલા હઝરતની છત્રછાયા (સાયો) લાંબા સમય સુધી આપણા માથા પર કાયમ રાખે, આમીન.

Share this article
હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર (રઝીઅલ્લાહુ અન્હુ) નો એક પ્રસંગ અને પિતાના મિત્રોનું સન્માન
લેખો

હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર (રઝીઅલ્લાહુ અન્હુ) નો એક પ્રસંગ અને પિતાના મિત્રોનું સન્માન

હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર (રઝીઅલ્લાહુ અન્હુ) એક વાર સફર પર જઈ રહ્યા હતા, સંભવતઃ હજ અથવા ઉમરાહની સફર હતી. પ્રતિષ્ઠિત આરબોની આદત મુજબ, તમે સફર પર જતી વખતે સવારીના ઊંટની સાથે એક ખચ્ચર જેવો ગધેડો પણ લઈ ગયા (આરબોના ગધેડા આપણા ત્યાંના ગધેડા જેવા નથી હોતા, પરંતુ આપણા ત્યાંના ખચ્ચરોના લક્ષણો ધરાવતા હોય છે)....