એક પતિ અને પત્ની સોફા પર બેસીને સંતરા ખાઈ રહ્યા હતા અને પત્ની મોબાઈલ ચલાવી રહી હતી. જ્યારે તેના પતિનો મોબાઈલ રસોડામાં ચાર્જિંગમાં મૂકેલો હતો.
અચાનક રસોડામાં તેના પતિના મોબાઈલ પર એક મેસેજ આવ્યો. માણસે મેસેજ ટ્યુનનો અવાજ સાંભળતા જ સોફા પરથી કૂદકો માર્યો અને મેસેજ જોવા માટે રસોડા તરફ દોડ્યો.
જેવો મોબાઈલ ઉપાડીને મેસેજ જોયો તો તે મેસેજ તેની પત્નીએ જ તેને મોકલ્યો હતો, કે: "પાછા આવતી વખતે મીઠું લેતા આવજો, મીઠા વગર સંતરા ખાવાની મજા નથી આવી રહી..." 🙄🤭🤓