મુહક્કક મસાલા

અન્યોની દેખાદેખી મુસ્લિમ સમાજમાં એક આ રિવાજ પણ પ્રચલિત થઈ ગયો છે કે કેટલાક મોડર્ન અને જદીદ (આધુનિક) શિક્ષણ પામેલા પરિવારોમાં પતિ-પત્ની યૌમ-એ-નિકાહ (લગ્નની વર્ષગાંઠ) ની યાદમાં હરવા-ફરવા અને મનોરંજનના હેતુથી નીકળે છે, હોટલમાં ડિનર કરે છે, અંદરોઅંદર એકબીજાને ગિફ્ટ વગેરે આપે છે, અને દર વર્ષે તેનું આયોજન કરે છે. જ્યારે આ કોઈ ઇસ્લામી રીત અથવા શિઆર નથી કે તેનું આયોજન કરવામાં આવે, બલ્કે આ બિન-મુસ્લિમોની તકલીદ (નકલ) અને કાબિલ-એ-મઝમ્મત (નિંદનીય) અમલ છે, જે ઘણી બધી ખરાબીઓ ધરાવે છે અને ફિઝૂલખર્ચી પર આધારિત છે. તેથી આ ખરાબ રિવાજથી કોઈપણ સંજોગોમાં બચવું જરૂરી છે. (અહમ મસાઈલ / જિ: ૯ / પૃ: ૨૭૭)

શૈતાનની છેતરામણીના છ દરજ્જાઓ (ચરણો)
લેખો

શૈતાનની છેતરામણીના છ દરજ્જાઓ (ચરણો)

અલ્લામા બદ્રુદ્દીન બિન શિબલી પોતાના પ્રખ્યાત પુસ્તક "આકામુલ મુર્જાન ફી અહકામિલ જાન" માં નકલ કરે છે કે શૈતાન લઈન (લાનતી શૈતાન) ના માણસને નુકસાન પહોંચાડવાના ૬ દરજ્જા (તબક્કા) છે: (૧) પ્રથમ તબક્કામાં તે માણસને કુફ્ર અને શિર્ક (નાસ્તિકતા અને અલ્લાહની સાથે ભાગીદારી) માં સંડોવવાની મહેનત કરે છે, જો આમાં...