ઇજિપ્તના પ્રખ્યાત લેખક અને ઇખ્વાનુલ મુસ્લિમીનના શહીદ નેતા સય...
Ummah Post
6 June, 2025

ઇજિપ્તના પ્રખ્યાત લેખક અને ઇખ્વાનુલ મુસ્લિમીનના શહીદ નેતા સય્યદ કુતુબે જેલના અંતિમ દિવસોમાં એક ખૂબ જ સુંદર અને ઇમાન અફરોઝ (શ્રદ્ધા વધારનારી) નઝમ (કવિતા) લખી હતી, જેનો દિલકશ ઉર્દૂ અનુવાદ મોહતરમ ખલીલ અહમદ હામિદી સાહેબે કુતુબ શહીદના પુસ્તક "મઆલિમ ફિલ તરીક" ના ઉર્દૂ અનુવાદ "જાદા-ઓ-મંઝિલ" માં કર્યો છે.

હે મારા હમદમ! તું જેલના સળિયા અને બેડીઓની પાછળ પણ આઝાદ છે,

હે મારા દોસ્ત! મુશ્કેલીઓ અને અવરોધો હોવા છતાં તું આઝાદ છે.

જો તારો અલ્લાહ પર પૂરો ભરોસો હોય,

તો આ ગુલામ માનસિકતા ધરાવતા માણસોની ચાલબાજી તારું કંઈ બગાડી શકશે નહીં.

મારા ભાઈ! અંધકારના લશ્કરો ચોક્કસ નાશ પામશે,

અને દુનિયામાં એક નવી સવાર જરૂર ઉગશે.

તું તારા આત્માને પ્રકાશિત થવા દે,

પેલી દૂર જો, સવાર આપણને ઈશારા કરી રહી છે.

મારા વહાલા ભાઈ! તારા હાથોમાંથી લોહીના ફુવારા છૂટ્યા,

છતાં તારા હાથોએ આ અધમ જીવોની ઝંજીરોમાં પણ લાચાર થવાનો ઇનકાર કરી દીધો.

તારા આ હાથોની કુરબાની આકાશમાં ઉઠાવી લેવામાં આવશે (કબૂલ થશે),

એવી સ્થિતિમાં કે આ હાથ હંમેશની જિંદગીના ગૌરવથી રંગાયેલા હશે.

મારા હમસફર! જો તું મારા પર આંસુ વહાવે,

અને મારી કબરને અત્યંત નમ્રતાથી ભીની કરી દે,

તો મારા અસ્થિઓથી આ અંધકારમાં જીવતા લોકો માટે શમા (મીણબત્તીઓ) પ્રગટાવજે,

અને આ શમાઓને લઈને કાયમી ગૌરવ તરફ આગળ વધજે!

મારા રફીક (સાથી)! જો હું પ્રિયજનોને છોડીને મૃત્યુના ખોળામાં ચાલ્યો પણ જાઉં, તો કોઈ નુકસાન નથી,

મારા રબના બગીચાઓ આપણા માટે તૈયાર છે.

તેના સુંદર પક્ષીઓ આપણી આસપાસ ઉડી રહ્યા છે,

આ કાયમી ઘરમાં આપણે ખૂબ જ ખુશ અને આબાદ છીએ.

મારા મિત્ર! આ ઇશ્કનાં મેદાનથી (સત્યની લડાઈથી) હું ક્યારેય કંટાળ્યો નથી,

અને મેં ક્યારેય હથિયાર હેઠા મૂક્યા નથી.

જો અંધકારના લશ્કરો મને ચારેય બાજુથી ઘેરી લે,

તો પણ મને સવારના ઉદય થવાનો પાકો વિશ્વાસ છે.

જો હું મૃત્યુ પામીશ તો મને શહાદતનો દરજ્જો મળશે,

અને તું ઇન્શાઅલ્લાહ નવી જીત સાથે મંઝિલ તરફ આગળ વધતો રહીશ.

અલ્લાહ તઆલાએ પોતાના દીનની દાવત માટે આપણી પસંદગી કરી છે,

બેશક આપણે અલ્લાહના માર્ગ પર અડગ રહીશું.

આપણામાંથી કેટલાક લોકો તો પોતાની ફરજ પૂરી કરી ગયા (શહીદ થઈ ગયા),

અને કેટલાક પોતાના વચન અને સંકલ્પ પર અડગ ઊભા છે.

હું પણ મારી જાતને ન્યોછાવર કરીશ, પરંતુ માત્ર પરવરદિગાર અને સાચા દીન (ધર્મ) પર,

અને પૂરા વિશ્વાસ સાથે મારા માર્ગ પર ચાલતો રહીશ,

ત્યાં સુધી કે કાં તો આ દુનિયા પર વિજય મેળવી લઉં,

અથવા અલ્લાહ તરફ ચાલ્યો જાઉં અને અમર જિંદગી મેળવનારાઓમાં સામેલ થઈ જાઉં.

Share this article
ફિતના-એ-કાદિયાનિયતની પૃષ્ઠભૂમિ (ટૂંકમાં)
લેખો

ફિતના-એ-કાદિયાનિયતની પૃષ્ઠભૂમિ (ટૂંકમાં)

ઉપખંડ (પાક-ઓ-હિન્દ) માં જ્યારે અંગ્રેજો પોતાના ઝુલ્મ-ઓ-સિતમ અને અતિશયતા છતાં મુસલમાનોને મગલૂબ (પરાસ્ત) ન કરી શક્યા, ત્યારે તેમણે એક કમિશન દ્વારા આનું કારણ જાણવા માટે આખા હિન્દુસ્તાનનો સર્વે કરાવ્યો. કમિશને એવો અહેવાલ (રિપોર્ટ) રજૂ કર્યો કે મુસલમાનોને મગલૂબ કરવા માટે તેમના દિલમાંથી જેહાદની ભાવના (જઝબ...