કુતરાઓની રેસમાં એકવાર એક ચિત્તાને સામેલ કરવામાં આવ્યો, પરંતુ...
Ummah Post
7 June, 2025

કુતરાઓની રેસમાં એકવાર એક ચિત્તાને સામેલ કરવામાં આવ્યો, પરંતુ આશ્ચર્યની વાત એ થઈ કે જ્યારે હરીફાઈ શરૂ થઈ ત્યારે ચિત્તો પોતાની જગ્યાએથી હલ્યો પણ નહીં, અને કુતરાઓ પોતાની પૂરી તાકાતથી રેસ જીતવામાં લાગેલા રહ્યા, જ્યારે ચિત્તો માત્ર જોતો રહ્યો.

જ્યારે માલિકને પૂછવામાં આવ્યું કે ચિત્તો રેસમાં કેમ ન દોડ્યો, તો તેણે એક રસપ્રદ જવાબ આપ્યો:

"ક્યારેક ક્યારેક પોતાને શ્રેષ્ઠ સાબિત કરવું એ ખરેખર પોતાનું જ અપમાન કરવા જેવું છે, દરેક જગ્યાએ પોતાને સાબિત કરવું જરૂરી નથી હોતું. કેટલાક લોકોની સામે મૌન રહેવું એ જ શ્રેષ્ઠ જવાબ છે."

"કુતરાઓ, કુતરાઓ સાથે જ દોડે છે, સિંહ અને ચિત્તા નહીં. તેથી, જો આપણને પોતાના પર વિશ્વાસ હોય કે આપણે શ્રેષ્ઠ છીએ, તો જરૂરી નથી કે આપણે પોતાને સાબિત કરવા માટે કુતરાઓ સાથે દોડ લગાવીએ, બલ્કે મૌન ધારણ કરીએ. એવી ઘણી જગ્યાઓ છે જ્યાં મૌન રહેવું જ વધુ સારું છે કારણ કે આવી રેસમાં સામેલ થવું એ પોતાનું અપમાન છે..."

નોંધ: કુતરાઓથી સાવધ રહો ⚠️🚫

Share this article
એક જ કતારમાં ઉભા રહયા મહમૂદ અને અયાઝ (ઇસ્લામી ન્યાયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ)
લેખો

એક જ કતારમાં ઉભા રહયા મહમૂદ અને અયાઝ (ઇસ્લામી ન્યાયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ)

ઇમામ અબૂ યુસુફ (રહ.) ખલીફા હારૂન રશીદના સમયમાં સમગ્ર ઇસ્લામી જગતના મુખ્ય ન્યાયાધીશ (કાઝી-ઉલ-કુઝઆત) હતા. એકવાર તેમની પાસે ખલીફા હારૂન રશીદ અને એક ખ્રિસ્તી (નસરાની) નાગરિકનો મુકદ્દમો આવ્યો. ઇમામ સાહેબે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી ન્યાયીક ચુકાદો ખ્રિસ્તી નાગરિકની તરફેણમાં આપ્યો. આવા ઉજ્જવળ અને પ્રે...