એક સાપ એક આગિયા (જુગ્નુ) પાછળ દોડવા લાગ્યો.
આગિયો રોકાયો અને બોલ્યો, "શું હું તમને ત્રણ સવાલો પૂછી શકું?"
સાપે કહ્યું, "પૂછો."
આગિયાએ પૂછ્યું, "શું હું તમારા ખોરાકનો ભાગ છું?"
સાપે કહ્યું, "ના."
આગિયાએ પૂછ્યું, "શું મેં તમને કોઈ નુકસાન પહોંચાડ્યું છે?"
સાપે કહ્યું, "ના."
આગિયાએ પૂછ્યું, "તો પછી તમે મને કેમ ખતમ કરવા માંગો છો?"
સાપે જવાબ આપ્યો, "કારણ કે હું તને ચમકતો જોઈ શકતો નથી."
વાર્તાનો બોધ:
કેટલાક લોકોને તમને નીચા દેખાડવા માટે કોઈ કારણની જરૂર નથી હોતી, તેઓ બસ તમારું ચમકવું સહન નથી કરી શકતા...
આ એક કડવું સત્ય છે. 💯