ગાઝાના મઝલૂમ (પીડિત) અને ઘેરાબંધીમાં ફસાયેલા લોકોના સમર્થનમાં નીકળેલો “કાફલા-એ-સુમૂદ” (અડગતાનો કાફલો) પોતાના લાંબા પરંતુ મહાન પ્રવાસ પર આગળ વધી રહ્યો છે. આ કાફલો આજે સવારે અલ્જીરિયાથી ટ્યુનિશિયા પહોંચી ગયો છે, અને હવે ટ્યુનિશિયાના ત્રીજા મુખ્ય પડાવ, ગાબેસ પ્રાંતમાં રોકાયેલો છે. ઇન્શાઅલ્લાહ, આવતીકાલે આ કાફલો લીબિયાની સરહદમાં પ્રવેશ કરશે અને ગુરુવાર સુધીમાં ઇજિપ્ત (મિસ્ર) પહોંચશે.
15 જૂનના રોજ આ કાફલો “ગ્લોબલ માર્ચ” નો હિસ્સો બનીને રફાહ ક્રોસિંગ તરફ આગળ વધશે, જ્યાં દુનિયાભરમાંથી એકઠા થનારા કાફલાઓ મઝલૂમ ફિલિસ્તનીઓના હકમાં અવાજ બુલંદ કરશે.
આ વૈશ્વિક આંદોલન ખરેખર ગાઝાની લાંબી નાકાબંધી, માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘન અને ફિલિસ્તની જનતાના આઝાદી તેમજ જીવનના અધિકારને દુનિયા સમક્ષ ઉજાગર કરવાનો એક વ્યવસ્થિત પ્રયાસ છે.
આવો! આ કારવાં-એ-હુર્રિયત (સ્વતંત્રતાના કારવાં) ના સંદેશને દુનિયાના ખૂણે-ખૂણા સુધી પહોંચાડવામાં આપણે આપણી ભૂમિકા ભજવીએ👇
#قافلة_الصمود