*એબ (દોષ) જોવો એ પણ એક એબ છે*

♾️♾️🍃🌸🍃♾️♾️

ફારસ દેશન...
Ummah Post
13 June, 2025

*એબ (દોષ) જોવો એ પણ એક એબ છે*

♾️♾️🍃🌸🍃♾️♾️

ફારસ દેશનો રાજા બહેરામ શિકાર કરવા માટે પ્રખ્યાત હતો. એક દિવસ તે શિકાર માટે નીકળ્યો ત્યારે તેને એક જંગલી ગધેડો દેખાયો. તે તેની પાછળ એટલો ભાગ્યો કે રાજા પોતાના લશ્કર (સેના) થી છૂટો પડી ગયો. પરંતુ તે શિકાર પકડવામાં સફળ રહ્યો. શિકારને ઝબેહ કરવા માટે તે પોતાના ઘોડા પરથી ઉતર્યો ત્યારે તેણે એક ભરવાડ (ચરવાહા) ને જંગલમાંથી આવતો જોયો.

રાજાએ કહ્યું:

*યા રાઈ અમસિક ફરસી હાઝા હત્તા અઝબહા હાઝલ હિમારા ફમ સકાહૂ સુમ્મા તશાગલા બિઝબ્હિલ હિમાર*

"એ ભરવાડ, તું મારો ઘોડો પકડ હું આ ગધેડાને ઝબેહ કરું." આથી તેણે ઘોડો પકડ્યો અને રાજા ગધેડાને ઝબેહ કરવામાં વ્યસ્ત થઈ ગયો.

પરંતુ રાજા બહેરામે ઘોડા પર પણ નજર રાખી તો જોયું કે ભરવાડ:

*યક્તઓ જૌહરતન ફી ઉઝરા ફરસિહી*

"તે ઘોડાના ગળામાંથી મોતી કાપી રહ્યો છે."

તો બહેરામે તેને અણદેખું કરીને પોતાનું ધ્યાન બીજી તરફ લગાવી દીધું, ત્યાં સુધી કે ભરવાડે મોતી કાપી લીધું.

રાજા બહેરામે કહ્યું કે:

*ઇન્નન નઝરા ઇલલ એબિ મિનલ એબિ સુમ્મા રકિબા ફરસહૂ વ લહિકા બિઅસ્કરિહી*

"એબ (દોષ) તરફ જોવું એ પણ એક એબ છે." પછી તે પોતાના ઘોડા પર સવાર થયો અને પોતાના લશ્કર સાથે જઈને મળી ગયો. રાજાને તેના વજીરે પૂછ્યું:

*અય્યુહલ મલિકુ અયના જૌહરતુ ઉઝરા ફરસિકા ફતબસ્સ મલ મલિકુ સુમ્મા કાલા અખઝહા મન લા યરુદ્દુહા વ અબસરા મન લા યનમુ અલૈહિ*

"એ રાજા બહેરામ: આપના ઘોડાના ગળાનું મોતી ક્યાં છે?"

રાજાએ સ્મિત સાથે કહ્યું: "જેણે મોતી લીધું છે તે પાછું નહીં આપે, અને જેણે તેને જોયું છે તે પણ તેનું નામ નહીં લે (જાહેર નહીં કરે). અને તમારામાંથી જે કોઈ તે મોતી કોઈની પાસે જુએ, તે તેની સાથે ઝઘડો ન કરે."

*(હિકાયાત-એ-કલ્યૂબી)*

એબોને શોધતી રહે છે એબ-જૂ (દોષ શોધનાર) ની નજર,

જે ખુશ-નજર (સારી દ્રષ્ટિવાળા) છે તેઓ કમાલ અને હુનર જુએ છે.

Share this article
એક શાંત પાઠ (બોધપાઠ)
લેખો

એક શાંત પાઠ (બોધપાઠ)

એક લગ્ન પ્રસંગમાં, એક સજ્જન પોતાની ઓળખાણવાળા એક માણસ પાસે ગયા અને પૂછ્યું, "શું તમે મને ઓળખ્યો?" તેમણે ધ્યાનથી જોયું અને કહ્યું, "હા, તું મારા પ્રાઇમરી સ્કૂલનો વિદ્યાર્થી છે. આજકાલ શું કરે છે?" વિદ્યાર્થીએ જવાબ આપ્યો, "હું પણ આપની જેમ જ સ્કૂલ ટીચર છું. અને શિક્ષક બનવાની આ ઇચ્છા મારામાં માત્ર આપના કા...