*ગેર-મુસ્તહિક (અપાત્ર) વ્યક્તિ દ્વારા ઝકાત લેવાનો ઇબરતનાક (ચ...
Ummah Post
13 June, 2025

*ગેર-મુસ્તહિક (અપાત્ર) વ્યક્તિ દ્વારા ઝકાત લેવાનો ઇબરતનાક (ચેતવણીરૂપ) કિસ્સો*

*મુફ્તી-એ-આઝમ મુફ્તી મોહમ્મદ રફી ઉસ્માની (મદ્ઝિલ્લહુ) ફરમાવે છે:*

હિન્દુસ્તાનમાં અમારા એક સંબંધી હતા. તેમના સંતાનો અને પછી તેમના સંતાનોના સંતાનોને અમે જોયા છે; તેમનામાંથી કોઈ પણ પુરુષ, સ્ત્રી કે બાળક એવું નથી જે કોઈ ને કોઈ ખતરનાક મુસીબતમાં સપડાયેલું ન હોય... એક મુસીબત માંડ પૂરી થાય ત્યાં બીજી શરૂ થઈ જાય છે...

પૂજ્ય પિતાશ્રી મુફ્તી મોહમ્મદ શફી સાહબ (રહમતુલ્લાહ અલૈહ) એ એક વખત મને જણાવ્યું કે "આ ખાનદાનમાં જે મુસીબતો આટલી બધી વિપુલ પ્રમાણમાં જોવા મળે છે... તેનું મને માત્ર એક જ કારણ સમજાય છે કે પેલા ભાઈ જે તેમના દાદા હતા, તેઓ ઝકાત મેળવવાના હકદાર નહોતા, છતાં તેઓ ઝકાત લઈ લેતા હતા."

— [ઇસ્લાહી મજાલિસ, ભાગ: ૧, પૃષ્ઠ: ૧૧૬]

Share this article
બાપનો આખરી પત્ર
લેખો

બાપનો આખરી પત્ર

વાર્તાનું શીર્ષક: "અબ્બુએ કહ્યું હતું કે જલ્દી પાછો આવીશ... પણ અગિયાર વર્ષ વીતી ગયા" હું ફક્ત આઠ વર્ષનો હતો જ્યારે અબ્બુએ ઘરેથી જતાં મારા માથા પર હાથ મૂક્યો અને હસીને કહ્યું: "બેટા, બસ થોડા મહિનાની વાત છે... પછી હું પાછો આવી જઈશ." તે સમયે મને ખબર નહોતી કે કેટલાક "થોડા મહિના" આખું બાળપણ ગળી જાય છે...