ડેનમાર્કની પોલીસે જણાવ્યું છે કે કોપનહેગનના ઉત્તરીય ઉપનગરોમાં ઇઝરાયેલની એમ્બેસી (દૂતાવાસ) નજીક બે વિસ્ફોટો થયા છે.
બ્રિટિશ સમાચાર સંસ્થા રોઇટર્સના જણાવ્યા અનુસાર, કોપનહેગન પોલીસે સોશિયલ મીડિયા વેબસાઇટ એક્સ (X) પર જણાવ્યું છે કે 'કોઈપણ ઘાયલ થયું નથી અને અમે ઘટનાસ્થળે પ્રાથમિક તપાસ કરી રહ્યા છીએ.'