*હઝરત અલ્લામાની કીમતી નસીહત (શિખામણ)*

હું જ્યારે દારુલ ઉલ...
Ummah Post
14 June, 2025

*હઝરત અલ્લામાની કીમતી નસીહત (શિખામણ)*

હું જ્યારે દારુલ ઉલૂમ દેવબંદથી વિદાય થઈને દારુલ ઉલૂમ અશરફિયા રાંદેર માટે મુદર્રિસ (શિક્ષક) તરીકે રવાના થયો, ત્યારે મેં હઝરત અલ-ઉસ્તાદ અલ્લામા મુહમ્મદ ઇબ્રાહીમ સાહબ બલિયાવી (કુદ્દિસા સિર્રહુ) ને આખરી મુલાકાતમાં વિનંતી કરી: "હઝરત! મને કોઈ કામની (જીવન ઉપયોગી) વાત બતાવી દો જેને હું હિરઝ-એ-જાન (જીવનનો મૂળમંત્ર) બનાવી લઉં."

હઝરત ફરમાવ્યું: "મૌલવી સાહબ!

૧. ફન (વિષયના મૂળ ગર્ભ) ને સમજીને ભણાવજો, માત્ર શરહો (માર્ગદર્શિકાઓ/ગાઇડ્સ) જોઈને ન ભણાવતા; તેનાથી ઇલ્મ (સાચું જ્ઞાન) આવશે.

૨. અને તલબા (વિદ્યાર્થીઓ) ને પોતાના સંતાન સમજજો; તેઓ તમારી સાથે મહોબ્બત કરશે.

૩. અને સુન્નતનું અનુકરણ (પૈરવી) કરજો; લોકોના દિલમાં તમારી વકત (પ્રતિષ્ઠા અને આદર) પેદા થશે."

આ ત્રણ વાતો મારા માટે કેટલી બધી ફાયદાકારક સાબિત થઈ તે હું શબ્દોમાં બયાન કરી શકતો નથી.

— મુફ્તી સઈદ અહમદ સાહબ પાલનપુરી (રહમતુલ્લાહ અલૈહ)

[તુહફતુલ અલમઈ, ભાગ: ૫, પૃષ્ઠ: ૧૧૩]

Share this article
નબુવ્વતની હકીકત: મૌલાના શમસુલ હક અફઘાનીનો સચોટ જવાબ
લેખો

નબુવ્વતની હકીકત: મૌલાના શમસુલ હક અફઘાનીનો સચોટ જવાબ

મૌલાના શમસુલ હક અફઘાની (રહમતુલ્લાહ અલૈહ) ને એક કાદિયાની જજે પૂછ્યું: "નબુવ્વત (પયગંબરપદ) શું વસ્તુ છે?" મૌલાના શમસુલ હક અફઘાની ફરમાવવા લાગ્યા: "નબુવ્વત એક આલા (સર્વોચ્ચ) હોદ્દો છે, અલ્લાહ જલ્લ શાનુહૂ જેને ચાહે તેને આપી દે છે." કાદિયાની બોલ્યો: "જ્યારે આટલો સારો હોદ્દો છે, તો તેને આમ (બધા મા...