*આખરી મુલાકાત*

જ્યારે મુલ્લા નસીરુદ્દીનનો આખરી સમય આવ્યો...
Ummah Post
15 June, 2025

*આખરી મુલાકાત*

જ્યારે મુલ્લા નસીરુદ્દીનનો આખરી સમય આવ્યો અને તેમને બચવાની કોઈ આશા ન રહી, ત્યારે તેમણે તમામ મિત્રો અને સંબંધીઓને મળવાનો ઇનકાર કરી દીધો. આ દરમિયાન એક એવો મિત્ર તેમને મળવા આવ્યો જે નમાઝ-રોઝાનો પાબંદ (નિયમિત) નહોતો.

મુલ્લાએ તેને તરત જ અંદર બોલાવી લીધો. તેણે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું: "મુલ્લા સાહેબ! તમે બીજા લોકોને મળવાની ના પાડી દીધી, પણ મને મળવાનું કેમ પસંદ કર્યું?" મુલ્લા સાહેબ બોલ્યા: "મને ખાતરી છે કે હું એ બધા લોકોને જન્નત (સ્વર્ગ) માં મળીશ, પરંતુ તમારી સાથે આ મારી આખરી મુલાકાત છે."

Share this article
હઝરત બિલાલ — આશિક-એ-રસૂલ ﷺ
લેખો

હઝરત બિલાલ — આશિક-એ-રસૂલ ﷺ

હઝરત બિલાલ (રઝિ.) ને એકવાર કોઈએ પૂછ્યું કે "તમે પહેલીવાર હુઝૂર નબી કરીમ ﷺ ને કેવી રીતે જોયા હતા?" હઝરત બિલાલ (રઝિ.) ફરમાવે છે કે "હું મક્કાના લોકોને બહુ જ ઓછો જાણતો હતો. કારણ કે હું એક ગુલામ હતો અને અરબમાં ગુલામો સાથે અમાનુષી (ઝુલ્મ ભર્યું) વર્તન સામાન્ય હતું. તેમની ક્ષમતા કરતાં વધુ તેમની પાસે કામ લ...