કોઈ ફિલસૂફ (તત્વજ્ઞાની) ને પૂછવામાં આવ્યું કે તે પોતાની પત્ન...
Ummah Post
15 June, 2025

કોઈ ફિલસૂફ (તત્વજ્ઞાની) ને પૂછવામાં આવ્યું કે તે પોતાની પત્નીની પસંદગી કેવી રીતે કરશે?

ફિલસૂફે જવાબ આપ્યો:

ન તો બહુ સુંદર હોય કે બીજાની નજર તેના પર પડે, ન તો કદરૂપી હોય કે મારો પોતાનો જીવ તેનાથી કંટાળી જાય.

ન તો બહુ ઊંચી હોય કે મારે મારી ગરદન ઊંચી કરવી પડે, ન તો બહુ નીચી (ઢીંગણી) હોય કે મારે માથું નમાવવું પડે.

ન તો બહુ જાડી હોય કે પવનના રસ્તામાં અવરોધ બને, ન તો બહુ પાતળી હોય કે તે માત્ર એક પડછાયો જ લાગે.

ન તો બહુ ગોરી હોય કે મીણ જેવી લાગે, ન તો બહુ કાળી હોય કે પડછાયો દેખાય.

ન તો અજ્ઞાની (જાહિલ) હોય કે તેને વાત સમજાવવી મુશ્કેલ બને, ન તો બહુ જ્ઞાની હોય કે તે હર ક્ષણ દલીલો (ચર્ચા) કર્યા કરે.

ન તો બહુ પૈસાદાર હોય કે એમ કહે કે "આ મારી મિલકત છે", ન તો બહુ ગરીબ હોય કે મારા બાળકો મુશ્કેલીમાં મુકાઈ જાય.

ન તો બહુ ગુસ્સાવાળી હોય કે તેને મનાવવી મુશ્કેલ બને, ન તો હરવખત માંગણીઓ કર્યા કરે.

ન તો ચીસો પાડનારી હોય કે તેના અવાજથી કાનના પડદા ફાટી જાય, ન તો એટલી શાંત હોય કે બિલકુલ કોઈ અવાજ જ ન હોય.

એવું કહેવાય છે કે આ ફિલસૂફ છેવટે કુંવારો જ મરી ગયો! 😭🤣😂🤣

Share this article
પાંચ વ્યાપક તફસીરો (પાંચ જામિઅ તફાસીર)
લેખો

પાંચ વ્યાપક તફસીરો (પાંચ જામિઅ તફાસીર)

શેખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મોહમ્મદ તકી ઉસ્માની સાહેબ દામત બરકાતુહુમ પોતાની પ્રખ્યાત તસ્નીફ (રચના) "ઉલૂમ-ઉલ-કુરઆન" માં લખે છે: "આ પાંચ તફસીરો (એટલે કે તફસીર-એ-કબીર, તફસીર ઇબ્ન કસીર, તફસીર-એ-કુર્તુબી, તફસીર રૂહ-ઉલ-મઆની અને તફસીર-એ-કશ્શાફ) અહકર (આ નાચીઝ) ના મામૂલી ઝૌક (પસંદ) મુજબ એવી છે કે જો કોઈ વ્યક્...