જરા હસો.. 🙂

એક વ્યક્તિએ અમ્ર બિન કૈસને પૂછ્યું: "જો મસ્જ...
Ummah Post
11 August, 2025

જરા હસો.. 🙂

એક વ્યક્તિએ અમ્ર બિન કૈસને પૂછ્યું: "જો મસ્જિદમાંથી બહાર નીકળ્યા પછી માણસ જુએ કે મસ્જિદની કાંકરી તેના બૂટ, કપડાં કે કપાળ પર ચોંટેલી છે, તો શું કરવું જોઈએ?"

અમ્ર બિન કૈસે ફરમાવ્યું: "તેને ફેંકી દો."

તે વ્યક્તિ બોલ્યો: "લોકોનું એવું માનવું છે કે તે ત્યાં સુધી ચીસો પાડે છે જ્યાં સુધી તેને મસ્જિદમાં પાછી પહોંચાડવામાં ન આવે!"

અમ્ર બિન કૈસે જવાબ આપ્યો: "તેને ચીસો પાડવા દો, ત્યાં સુધી કે તેનું ગળું (હલક) ફાટી જાય!"

તેણે પૂછ્યું: "શું તેનું પણ કોઈ ગળું હોય છે?"

અમ્ર બિન કૈસ બોલ્યા: "તો પછી તે ચીસો ક્યાંથી પાડે છે?!"

Share this article
પાંચ વ્યાપક તફસીરો (પાંચ જામિઅ તફાસીર)
લેખો

પાંચ વ્યાપક તફસીરો (પાંચ જામિઅ તફાસીર)

શેખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મોહમ્મદ તકી ઉસ્માની સાહેબ દામત બરકાતુહુમ પોતાની પ્રખ્યાત તસ્નીફ (રચના) "ઉલૂમ-ઉલ-કુરઆન" માં લખે છે: "આ પાંચ તફસીરો (એટલે કે તફસીર-એ-કબીર, તફસીર ઇબ્ન કસીર, તફસીર-એ-કુર્તુબી, તફસીર રૂહ-ઉલ-મઆની અને તફસીર-એ-કશ્શાફ) અહકર (આ નાચીઝ) ના મામૂલી ઝૌક (પસંદ) મુજબ એવી છે કે જો કોઈ વ્યક્...