કુરઆન પાક અને ઇસ્લાહ (સુધારો)

ઇમામ શાફઈએ (રહમતુલ્લાહ અલયહ...
Ummah Post
21 August, 2025

કુરઆન પાક અને ઇસ્લાહ (સુધારો)

ઇમામ શાફઈએ (રહમતુલ્લાહ અલયહ) પોતાના શાગિર્દ (શિષ્ય) રબી બિન સુલૈમાનને (રહમતુલ્લાહ અલયહ) વસીયત (શિખામણ) આપતા ફરમાવ્યું:

"જ્યારે તમે તમારા પોતાના દિલ, તમારા દીકરા, તમારા ભાઈ અથવા જે કોઈના માટે પણ એવું ઈચ્છો કે તેની ઇસ્લાહ (સુધારો) થઈ જાય; તો તેને કુરઆનના બગીચામાં છોડી દો. કુરઆનની સોહબત (સંગત) માં અલ્લાહ તઆલા ટૂંક સમયમાં જ તેની ઇસ્લાહ કરી દેશે; પછી ભલે તે વ્યક્તિ પોતે ઈચ્છે કે ન ઈચ્છે!"

(હિલ્યત ઉલ-ઔલિયા અબૂ નુઐમ: ૯/૧૨૩)

Share this article
બીજા માટે ખાડો ખોદનાર (એક ફિકહી વાર્તા)
લેખો

બીજા માટે ખાડો ખોદનાર (એક ફિકહી વાર્તા)

બે સ્ત્રીઓ કાઝી ઇબ્ન અબી લૈલાની અદાલતમાં પહોંચી ગઈ, આ પોતાના સમયના પ્રખ્યાત અને જાણીતા કાઝી હતા. કાઝીએ પૂછ્યું, "તમારા બંનેમાંથી પહેલા કોણે વાત કરવી છે?" તેમાંથી મોટી ઉંમરની મહિલાએ બીજીને કહ્યું, "તું તારી વાત કાઝી સાહેબ સામે રાખ." તે કહેવા લાગી, "કાઝી સાહેબ, આ મારી ફૂઈ (ફૂફી) છે, હું તેમને...