*ઈઝા-એ-મુસ્લિમ (મુસ્લિમોને તકલીફ પહોંચાડવા) ના સામાન્ય સ્વરૂ...
Ummah Post
30 August, 2025

*ઈઝા-એ-મુસ્લિમ (મુસ્લિમોને તકલીફ પહોંચાડવા) ના સામાન્ય સ્વરૂપો*

🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

*જીભ (વાણી) દ્વારા તકલીફ*

ગીબત (પીઠ પાછળ બુરાઈ), ચાડીખોરી, ગાળાગાળી, કઠોર અવાજ (લહેજો), કટાક્ષભર્યા શબ્દો.

*દિલ દુભાવવું (દિલ આઝારી)*

કોઈને પોતાનાથી નીચું સમજવું, આત્મસન્માનને ઠેસ પહોંચાડવી, વગર કારણે વઢવું કે ધમકાવવું.

*જૂઠ અને પ્રપંચ (ફરેબ)*

લેણદેણ અથવા વાયદાઓમાં દગો કરવો.

*ગેરસમજ (બદગુમાની) અને આક્ષેપ (તોહમત)*

તપાસ કર્યા વિના આક્ષેપ કરવો અથવા દાનત (નીયત) પર શંકા કરવી.

*આર્થિક તકલીફ (માલી ઈઝા)*

કરજ ચૂકવવામાં વિલંબ કરવો કે ન ચૂકવવું, મજૂરની મજૂરી રોકી રાખવી, ગેરકાયદેસર નફાખોરી કરવી.

*શારીરિક તકલીફ (જિસ્માની ઈઝા)*

મારપીટ કરવી, ધક્કો મારવો, વગર કારણે કડકાઈ કરવી.

*હકોની પાયમાલી (ઉલ્લંઘન)*

પાડોશીના હકોની અવગણના કરવી, રસ્તો સાંકડો કરવો, અવાજ અને તકલીફ પહોંચાડવી.

*વચનભંગ (અહદ શિકની)*

વાયદા ખિલાફી કરવી, કરારો તોડવા.

*અંગત વસ્તુઓનો ગેરવાજબી ઉપયોગ*

કોઈની વસ્તુ પરવાનગી વગર વાપરવી અથવા તેને નુકસાન પહોંચાડવું.

*અન્યાય અને જુલમ*

અધિકારો અથવા સત્તાનો દુરુપયોગ કરવો, નબળા લોકોને દબાવવા.

*આ એવા સ્વરૂપો છે જે આપણા ઘરો, સંસ્થાઓ, બજારો અને મહોલ્લાઓમાં રોજબરોજ જોવા મળે છે. તેને અટકાવવાથી જ સમાજ શાંતિ અને સુકૂનનું પારણું બની શકે છે.*

Share this article
ઇમામ અબૂ બક્ર બાકિલાની (રહ.) નો ખ્રિસ્તી પાદરીને સચોટ જવાબ
લેખો

ઇમામ અબૂ બક્ર બાકિલાની (રહ.) નો ખ્રિસ્તી પાદરીને સચોટ જવાબ

ઇસ્લામના પ્રખ્યાત મુનાઝિર (ચર્ચાકાર વિદ્વાન) ઇમામ અબૂ બક્ર બાકિલાની (રહમતુલ્લાહી અલયહી) સાથે એક ખ્રિસ્તી રાહિબ (પાદરી/સાધુ) એ મુલાકાત લીધી. વાતચીત દરમિયાન ખ્રિસ્તી પાદરીએ કહ્યું, "તમે મુસલમાનો નસ્લ-પરસ્ત (જ્ઞાતિવાદી/પક્ષપાતી) હોવ છો?" ઇમામ અબૂ બક્ર બાકિલાનીએ પૂછ્યું: "તે કેવી રીતે?" ખ્રિસ્તી પ...