ગુમનામ પરંતુ અહમ કિરદાર (ભૂમિકા) ધરાવતા લોકો

એક સબક આમોઝ...
Ummah Post
5 September, 2025

ગુમનામ પરંતુ અહમ કિરદાર (ભૂમિકા) ધરાવતા લોકો

એક સબક આમોઝ (બોધદાયક) પોસ્ટ...

ઘડિયાળમાં ત્રણ સોય હોય છે જેમાં એક સોય સેકન્ડ વાળી સોય તરીકે પ્રખ્યાત છે.

આ સેકન્ડ વાળી સોય પોતાનું અસ્તિત્વ તો ધરાવે છે પણ તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. બધા એમ જ કહે છે કે દસ વાગીને પંદર મિનિટ થઈ છે. ક્યારેય કોઈએ એવું નથી કહ્યું કે દસ વાગીને પંદર મિનિટ અને ચાર સેકન્ડ થઈ છે.

જ્યારે આ સેકન્ડ વાળી સોય બાકીની બંને સોય કરતાં વધુ મહેનત અને મજૂરી કરે છે અને તે બંનેને પણ આગળ વધવામાં મદદ કરે છે.

આપણા જીવનમાં પણ ઘણા લોકો આ સેકન્ડ વાળી સોય જેવા જ હોય છે જેમનો ઉલ્લેખ ક્યાંય નથી હોતો પરંતુ આપણને આગળ વધારવામાં તેમનો કિરદાર (ભૂમિકા) ચોક્કસ હોય છે.

___________📝📝📝___________

મનકૂલ (સાભાર).

પસંદગી: ઇસ્લામિક ટ્યુબ એપ

Share this article
બાબા જીની ચાર શિખામણો - રસપ્રદ કિસ્સો
લેખો

બાબા જીની ચાર શિખામણો - રસપ્રદ કિસ્સો

જે દિવસોમાં હું મદ્રેસામાં ભણતો હતો. એક બાબા જી પોતાનો મોટાભાગનો સમય મસ્જિદમાં વિતાવતા હતા. તેઓ હંમેશા કોઈ ને કોઈ ઇબાદતમાં વ્યસ્ત રહેતા. આ જ ઋતુ હતી, સખત શિયાળો હતો. મેં જોયું કે તેઓ એકદમ ઠંડા બરફ જેવા પાણીથી વઝુ કરી રહ્યા હતા અને હસી રહ્યા હતા. હું પહેલા તો તેમની અજીબ મુસ્કાનના જાદુમાં ખોવાયેલો રહ્...