વરુઓએ બકરીઓના સમર્થનમાં એક સરઘસ કાઢ્યું કે, "બકરીઓને આઝાદી આ...
Ummah Post
5 October, 2025

વરુઓએ બકરીઓના સમર્થનમાં એક સરઘસ કાઢ્યું કે, "બકરીઓને આઝાદી આપો! બકરીઓના હકો છીનવાઈ રહ્યા છે, તેમને ઘરોમાં કેદ કરીને રાખવામાં આવી છે." જ્યારે એક બકરીએ આ અવાજ સાંભળ્યો, ત્યારે તેણે બીજી બકરીઓને કહ્યું, "સાંભળો, સાંભળો! આપણા સમર્થનમાં સરઘસ કાઢવામાં આવી રહ્યા છે. ચાલો, આપણે પણ બહાર નીકળીએ અને આપણા હકો માટે અવાજ ઉઠાવીએ." એક ઘરડી બકરી બોલી, "દીકરી, હોશમાં આવ! આ વરુઓ આપણા દુશ્મન છે, તેમની વાતોમાં ન આવ." પરંતુ યુવાન બકરીઓએ તેની વાત ન માની અને કહ્યું, "જી, તમારો જમાનો અલગ હતો, આ આધુનિક યુગ છે. હવે કોઈ કોઈના હકો છીની ન શકે. આ વરુઓ આપણા દુશ્મન કેવી રીતે હોઈ શકે, તેઓ તો આપણા હકોની વાત કરી રહ્યા છે!"

ઘરડી બકરી આ સાંભળીને બોલી, "બેટા, આ લોકો તમને બરબાદ કરવા માંગે છે. અત્યારે તમે સુરક્ષિત છો; જો તેમની વાતોમાં આવી ગયા, તો તેઓ તમને ફાડી ખાશે." ઘરડી બકરીની આ વાત સાંભળીને જુવાન બકરી ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી, "અમ્મા, તમે તો ઘરડા થઈ ગયા છો, હવે અમને અમારી જિંદગી જીવવા દો. તમને શું ખબર કે આઝાદી શું હોય છે? બહાર સુંદર ખેતરો હશે, લીલાછમ બગીચાઓ હશે, ચારેય બાજુ હરિયાળી હશે અને ખુશીઓ જ ખુશીઓ હશે. તમે તમારી સલાહ તમારી પાસે રાખો, હવે અમે વધુ આ કેદ સહન કરી શકીએ તેમ નથી." એવું કહીને બધી બકરીઓ 'આઝાદી-આઝાદી' ના નારા લગાવવા લાગી અને ભૂખ હડતાળ પર ઉતરી ગઈ. ટોળાના માલિકે જ્યારે આ પરિસ્થિતિ જોઈ ત્યારે મજબૂરીમાં તેમને છોડીને આઝાદ કરી દીધી. બકરીઓ ખૂબ ખુશ થઈ અને નારા લગાવતી, કૂદતી બહાર ભાગી ગઈ. પણ આ શું???? વરુઓએ તેમના પર હુમલો કરી દીધો અને માસૂમ બકરીઓને ફાડી ખાધી.

આજે સ્ત્રીઓના અધિકારોની વાત કરનારાઓ વાસ્તવમાં સ્ત્રીઓ સુધી પહોંચવાની આઝાદી ઈચ્છી રહ્યા છે. તેઓ આ માસૂમોના લોહીના તરસ્યા છે; તેમને સ્ત્રીઓના અધિકારોની ચિંતા નથી પરંતુ પોતાની ગંદી તરસ (વાસના) ની ચિંતા છે. કાશ કોઈ સમજે!!!!!!! વાસ્તવમાં, આજનો લિબરલ (ઉદારવાદી) પુરુષ સ્ત્રીની આઝાદી નથી ઈચ્છતો, પણ સ્ત્રી સુધી પહોંચવાની આઝાદી ઈચ્છે છે....

Share this article
એક વકીલનો ઇબ્રતનાક (શિક્ષાપ્રદ) અંજામ
લેખો

એક વકીલનો ઇબ્રતનાક (શિક્ષાપ્રદ) અંજામ

એક વકીલ સાહેબ અદાલતોમાં લોકોની પહેલી પસંદ (તરજીહ) હતા. ફી લાખોમાં હતી... મોટા-મોટા ગુનેગારોને મુક્ત (બરી) કરાવી લેતા હતા... આવો! હવે તેમનો ઇબ્રતનાક (ધ્રુજાવી દે તેવો) અંજામ વાંચો... પછી સમય બદલાય છે, તેમની ઉંમર ઢળી જાય છે અને તેઓ વૃદ્ધ થઈ જાય છે. આંખોની રોશની (બીનાઈ) એ હદ સુધી ઓછી થઈ જાય છે કે સા...