જરા સ્મિત કરો.. 🙂
એક માણસે અમ્ર બિન કૈસને પૂછ્યું: "જો મસ્જિદમાંથી બહાર નીકળ્યા પછી માણસ જુએ કે મસ્જિદની કાંકરી માણસના બૂટ, કપડાં કે કપાળ પર ચોંટેલી છે, તો શું કરવું જોઈએ?"
અમ્ર બિન કૈસે ફરમાવ્યું: "તેને ફેંકી દો."
તે માણસ બોલ્યો: "લોકોનું માનવું છે કે તે ત્યાં સુધી ચીસો પાડે છે જ્યાં સુધી તેને મસ્જિદમાં પાછી પહોંચાડવામાં ન આવે!"
અમ્ર બિન કૈસે જવાબ આપ્યો: "તેને ચીસો પાડવા દો, ત્યાં સુધી કે તેનું ગળું ફાટી જાય!"
તે કહેવા લાગ્યો: "શું તેનું પણ કોઈ ગળું હોય છે?"
અમ્ર બિન કૈસ બોલ્યા: "તો પછી તે ક્યાંથી ચીસો પાડે છે?!"