હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝિઅલ્લાહુ તઆલા અન્હુ ફરમાવે છે:...
Ummah Post
27 October, 2026

હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝિઅલ્લાહુ તઆલા અન્હુ ફરમાવે છે:

"જ્યારે તમે તમારા (ભાઈઓ) માંથી કોઈને કોઈ ગુનાહમાં મુબ્તલા જુઓ તો તેની વિરુદ્ધ અલ્લાહથી બદદુઆ ન કરો અને ન તેને ખરુંખોટું કહો, બલ્કે અલ્લાહથી દુઆ કરો કે તે તેને આફિયત અતા ફરમાવે."

(અત-તૌબા લિ-ઇબ્ને અબી અદ-દુનિયા: પૃ. ૯૯)

એક શરાબી સહાબી પર કોઈએ લાનત કરી તો નબી ﷺ એ ફરમાવ્યું: "તેના પર લાનત ન કરો, અલ્લાહની કસમ! હું જાણું છું કે આ અલ્લાહ અને તેના રસૂલથી મુહબ્બત રાખે છે."

(સહીહ બુખારી: ૬૭૮૦)

અને ફરમાવ્યું: "તમારા ભાઈ વિરુદ્ધ શૈતાનની મદદ ન કરો."

(સહીહ બુખારી: ૬૭૮૧)

હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝિઅલ્લાહુ તઆલા અન્હુ થી રિવાયત છે કે નબી ﷺ એ ફરમાવ્યું:

"મોમિન ન મ્હેણાં મારનાર હોય છે અને ન લાનત કરનાર."

(સુનન તિર્મિઝી: ૧૯૭૭)

ગુનાહથી નફરત કરવી જોઈએ, ગુનાહગારથી નહીં. મોમિન પોતાના ભાઈની રુસવાઈ નથી ઇચ્છતો બલ્કે તેની હિદાયતનો તલબગાર હોય છે, કારણ કે બદદુઆ અને મ્હેણાંથી દિલ સખ્ત થાય છે અને દુઆથી ઇસ્લાહના દરવાજા ખુલે છે.

Share this article
પવિત્ર કઠિયારાની કરામત અને ઈમાનનો નૂર
લેખો

પવિત્ર કઠિયારાની કરામત અને ઈમાનનો નૂર

હઝરત દાઊદ બિન રશીદ (રહ.) ફરમાવે છે: મુલ્કે શામ (સીરિયા) માં બે સુંદર અને ઈબાદત કરનારા યુવાનો રહેતા હતા. વધુ પડતી ઈબાદત અને તકવા-પરહેઝગારી (પવિત્રતા) ના કારણે તેમને 'સબીહ' અને 'મલીહ' ના નામે પોકારવામાં આવતા હતા. તેમણે પોતાનો એક પ્રસંગ કંઈક આ રીતે વર્ણવ્યો: એક વખત અમને ભૂખે ખૂબ જ પરેશાન કર્યા. મેં...