અક્કલ મારી ગઈ, દીનદારી (ધાર્મિકતા) ગઈ,
આ મોબાઈલના કારણે પરહ...
Ummah Post
27 October, 2024

અક્કલ મારી ગઈ, દીનદારી (ધાર્મિકતા) ગઈ,

આ મોબાઈલના કારણે પરહેઝગારી (પવિત્રતા) ગઈ.

નફ્સની ખ્વાહિશો (મનની ઈચ્છાઓ) માં રાત આખી જાગીને,

મોતની યાદની હોશિયારી (જાગૃતિ) ગઈ.

મરનારાઓ પાછળ મરી ફીટવાની આદતમાં લાગ્યા (નાશવંત લોકોના દીવાના બન્યા),

ગલબા-એ-દીન (દીનના વર્ચસ્વ) ની બેકરારી ગઈ.

નફ્સની ઈચ્છાઓની ગુલામી મળી,

જ્યારે ગૈર-મહરમ (પારકા પુરુષ/સ્ત્રી) પર જાન વારી ગઈ.

દીન-બેઝાર (ધર્મથી વિમુખ) થતા ગયા આ હદ સુધી,

ઝિક્ર વ દાવત, દુઆ અને આહ વ ઝારી (રડીને વિનંતી કરવી) ગઈ.

અમને એક ક્ષણ માટે પણ હુદહુદ (પક્ષી) જેવી સમજ નથી,

નેક (સદાચારી) લોકો સાથેની અમારી યારી ગઈ.

~ હુદહુદ ઇલાહાબાદી

Share this article
આત્મસન્માન અને સંવેદનશીલતાની અનોખી કડી: બૂટ પોલિશ કરનાર વડીલ અને બે મિત્રોની વાર્તા
લેખો

આત્મસન્માન અને સંવેદનશીલતાની અનોખી કડી: બૂટ પોલિશ કરનાર વડીલ અને બે મિત્રોની વાર્તા

ઓફિસ નજીક ફૂટપાથ પર બેઠેલા એ વૃદ્ધ પાસે આવતા-જતા બૂટ પોલિશ કરાવવા એ તેનો રોજનો નિયમ હતો. પણ એક અજીબ વાત જે હું છેલ્લા કેટલાય દિવસોથી નોંધી રહ્યો હતો તે એ હતી કે તે દરેક વખતે બૂટ પોલિશ કરાવ્યા પછી એ વડીલ સાથે દલીલ કરતો કે "પોલિશ બરાબર નથી થઈ, એટલે ફરીથી કરો." અને આશ્ચર્યની વાત એ હતી કે બીજી વાર પોલિશ...