જલાલુદ્દીન સુયૂતી પોતાના અકીદતમંદો (અનુયાયીઓ) ને શિખામણ આપી...
Ummah Post
9 November, 2021

જલાલુદ્દીન સુયૂતી પોતાના અકીદતમંદો (અનુયાયીઓ) ને શિખામણ આપી રહ્યા હતા કે સાત બાબતો એવી છે જે કોઈપણ મનુષ્યને ઝલીલ (અપમાનિત) કરી શકે છે:

(૧) કોઈપણ દાવતમાં આમંત્રણ વગર (બિનબોલાવ્યા) પહોંચી જવું.

(૨) કોઈ સભા કે મજલિસમાં પોતાના મોભા અને હૈસિયત કરતા ઊંચી જગ્યા પર બેસવું.

(૩) મહેમાન બનીને યજમાન (મેઝબાન) પર હુકમ ચલાવવો.

(૪) બીજાઓની વાતોમાં દખલગીરી કરવી.

(૫) એવા લોકોને સંબોધન કરવું જેઓ સાંભળવા માટે તૈયાર ન હોય.

(૬) બદચલન (ખરાબ ચારિત્ર્ય ધરાવતા) વ્યક્તિ સાથે દોસ્તી કરવી.

(૭) પથ્થરદિલ (સંગદિલ) અને લાલચુ ધનવાન પાસે મદદની અપેક્ષા રાખવી કે મદદ માંગવી.

Share this article
જ્ઞાન (ઇલ્મ) નો કદરૂપો આશિક
લેખો

જ્ઞાન (ઇલ્મ) નો કદરૂપો આશિક

સાચું નામ અમ્ર બિન મહબૂબ હતું, ૧૬૦ હિજરીમાં જન્મ્યા હતા અને 'જાહિઝ' ના ખિતાબથી પ્રખ્યાત થયા. અરબીમાં જાહિઝ તેને કહેવાય છે જેની આંખોના ડોળા બહારની તરફ ઉપસેલા હોય. શરૂઆતમાં તેઓ આ ખિતાબને નાપસંદ કરતા હતા, પરંતુ ધીમે-ધીમે તેઓ શાંત થઈ ગયા. ભાગ્યે જ કોઈના ચહેરા અને દેખાવની આ રીતે મજાક ઉડાવવામાં આવી હશે...