અલ્લાહની સરખામણીમાં કોઈને પ્રાધાન્ય (તરજીહ) ન આપો:

ફરમાવ્...
Ummah Post
7 November, 2024

અલ્લાહની સરખામણીમાં કોઈને પ્રાધાન્ય (તરજીહ) ન આપો:

ફરમાવ્યું કે: અલ્લાહ તઆલા ફરમાવે છે કે "વલ્લઝીના આમાનું અશદ્દુ હુબ્બલ-લિલ્લાહ" (અને જેઓ ઈમાન લાવ્યા છે, તેઓ અલ્લાહને સૌથી વધુ પ્રેમ કરે છે).

જે લોકોએ મારી અઝમત (મહાનતા) અને મોટાઈને ઓળખી લીધી.... તે મારા પર મરી ફીટે છે.... જાન આપી દે છે પણ મને નારાજ નથી કરતો.... જે સિંહને ઓળખી લે છે તે વાંદરા અને શિયાળને ખુશ નથી કરતો.... તે બહુમતી (અક્સરીયત) ને નથી જોતો બસ અલ્લાહના હુકમને જુએ છે....

સિંહની સામે કોઈ ચૂંટણી (ઇલેક્શન) નથી લડતું.... એક તરફ સિંહ અને બીજી તરફ એક લાખ વાંદરા છે... તો કોઈ મૂર્ખ જ આવા સમયે બહુમતીને જોશે.....

એ જ રીતે અલ્લાહના હુકમ સામે દાઢી રાખવામાં બહુમતીને ન જુઓ.... અલ્લાહના હુકમને જુઓ.... તેથી અલ્લાહ તઆલાની અઝમત સામે પત્નીને પણ પ્રાધાન્ય ન આપો.... તમે જ કહો, શું સૂર્યની સામે તારાઓ ચૂંટણી લડી શકે છે.... ભલે તેમની બહુમતી હોય....

જ્યારે સૂર્ય પ્રગટ થયો ત્યારે બધા તારા છુપાઈ ગયા

તે આપણને ભરેલી સભામાં એકલા જ નજરે પડ્યા

તેથી મિત્રો! અલ્લાહની સામે ન તો સમાજને જુઓ ન તો પોતાના નફ્સ (મન) ને જુઓ, બસ અલ્લાહ પર જ નજર રાખો....

લા તરજુ ઇલ્લા રબ્બક (તમારા રબ સિવાય કોઈનાથી આશા ન રાખો)

Share this article
મારા આદરણીય પિતાજીનું ઘરેલું અને કૌટુંબિક જીવન
લેખો

મારા આદરણીય પિતાજીનું ઘરેલું અને કૌટુંબિક જીવન

લેખક: મૌલાના મોહમ્મદ સઈદ પાલનપુરી શિક્ષક: જામિયા અલ-ઈમામ મોહમ્મદ અનવર શાહ કશ્મીરી, દેવબંદ મારા આદરણીય પિતાજી હઝરત મૌલાના મુફ્તી સઈદ અહમદ સાહબ પાલનપુરી, ભૂતપૂર્વ શેખ-ઉલ-હદીસ અને સદરુલ મુદર્રિસીન (મુખ્ય શિક્ષક) દારુલ ઉલૂમ દેવબંદના અવસાન પછીથી આ લેખ લખવાના સમય સુધી લેખ લખવાનો સિલસિલો ચાલુ છે. આ લ...