મારું દિલ આ કંદીલોની પીળી રોશનીમાં ડૂબેલું છે, મક્કાએ તો મને...
Ummah Post
13 November, 2024

મારું દિલ આ કંદીલોની પીળી રોશનીમાં ડૂબેલું છે, મક્કાએ તો મને મારા પોતાના અસ્તિત્વ (જ્ઞાત) થી ચોરી લીધો છે.

મક્કા! મેં તારી ગલીઓમાં મારું દિલ ખોઈ દીધું છે, હવે આ બાકીની જીંદગી કેવી રીતે વિતાવું કે તારા શહેરની હવાઓ મને જીવતો રાખે છે.

હે મક્કા! રસ્તાઓ ક્યાં વેચાય છે?

જેથી હું તારી તરફ આવતો સૌથી નાનો રસ્તો ખરીદી શકું.

"મક્કા!! તારા સુધી પહોંચવા માટે હવે હું રબ્બ-ઉલ-આલમીન (સમગ્ર સૃષ્ટિના પાલનહાર) નો દરવાજો ખખડાવીશ.... મને પૂરો વિશ્વાસ છે કે તે મને ખાલી હાથે નહીં પાછો મોકલે, તે જ સાધનો (અસ્બાબ) પેદા કરશે અને તે જ રસ્તો બનાવશે."

હું સમજી નથી શકતો આ કૈફિયત (સ્થિતિ) ને હે 'મખ્ફી',

કે મક્કા મારા દિલમાં છે, કે મારું દિલ મક્કામાં છે.

મારું દિલ કરે છે કે હું મક્કાની કોઈ ઘાટીને મારું રહેઠાણ (મસ્કન) બનાવી લઉં, પછી મને ઓળખવા વાળું કોઈ ન હોય.

બખુદા (ઈશ્વરના સોગંદ)! જો હું આ શહેરથી નીકળવાનો કોઈ રસ્તો પામતો, તો (મક્કા તરફ) નીકળી જતો; ન હું લોકોને યાદ કરતો, ન લોકો મને યાદ કરત.

— ઇમામ-ઉદ-દુનિયા, અહમદ બિન હંબલ (રહિમહુલ્લાહ) ☘️🌸

Share this article
કલમો પડેલી મેમ
લેખો

કલમો પડેલી મેમ

અમારા એક મિત્ર હતા; વિચારસરણી ઇસ્લામિક, પણ ચહેરો-મોહરો બિન-ઇસ્લામિક. અમે ફક્ત તેમની ઇસ્લામિક વિચારસરણી પર જ અલ્લાહનો શુક્ર અદા કરતા હતા. મહાશય થોડા સમય માટે ઇંગ્લેન્ડ પધાર્યા, અને જ્યારે તેમની વાપસી થઈ ત્યારે બાજુમાં એક ગોરી મેમ હતાં! મહાશય એક પરંપરાગત પરિવારમાંથી આવતા હતા, તેથી આ સમાચાર જંગલની આ...