*એક સિંહની ડુક્કર (ભૂંડ) સાથે મુલાકાત થઈ.*
🐖 ડુક્કરે કહ્યું: "મારી સાથે લડો!"
સિંહે જવાબ આપ્યો: "તું એક ડુક્કર છે અને મારા લાયક નથી. જો હું તારી વાત માનીને તને મારી નાખું, તો એવું કહેવાશે કે સિંહે ડુક્કરને માર્યો અને આ કોઈ ગર્વની વાત નથી, અને જો મને કોઈ નુકસાન પહોંચશે તો તે મારા માટે શરમજનક બાબત હશે!"
ડુક્કરે કહ્યું: "જો તમે આવું નહીં કરો, તો હું જઈને જંગલી જાનવરોને કહીશ કે તમારામાં મારી સાથે લડવાની હિંમત નહોતી!"
સિંહે કહ્યું: "તારું જૂઠ સહન કરવું મારા માટે વધુ સરળ છે, એના કરતાં કે હું મારી દાઢીને તારા લોહીથી રંગું!"
🤔 કેટલાક લોકો એ લાયક પણ નથી હોતા કે તેમની સાથે દુશ્મની કરવામાં આવે!
🤔 કેટલીક લડાઈઓ એવી હોય છે જેને જીતવાનો એકમાત્ર રસ્તો એ છે કે તેમાં ન ઉતરવું.
🤔 જ્યારે તમે નીચ લોકો સાથે તેમની જ પદ્ધતિથી લડો છો, ત્યારે તમે તેમના જેવા જ બની જાઓ છો!