દયાળુ માણસ એ છે જે બીજાના દુઃખ અને દર્દને અનુભવે છે અને તેમન...
Ummah Post
17 November, 2024

દયાળુ માણસ એ છે જે બીજાના દુઃખ અને દર્દને અનુભવે છે અને તેમની મદદ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરે છે. હઝરત ઉમર (રઝીઅલ્લાહુ અન્હુ)નું જીવન આનું ઉત્તમ ઉદાહરણ છે. એક રાત્રે ગશ્ત (પેટ્રોલિંગ) દરમિયાન, તેમણે એક ઝૂંપડીમાં બાળકોના રડવાનો અવાજ સાંભળ્યો. નજીક જઈને જોયું તો એક સ્ત્રી હાંડલામાં પાણી ઉકાળી રહી હતી જેથી બાળકો એવું સમજે કે ખાવાનું પાકી રહ્યું છે અને સૂઈ જાય. હઝરત ઉમર (રઝીઅલ્લાહુ અન્હુ) તરત જ બૈતુલમાલ ગયા, ખાવાની સામગ્રી પોતે પોતાના ખભા પર ઉપાડી અને સ્ત્રી સુધી પહોંચાડી.

આ ઘટના આપણને શીખવે છે કે દયાળુ માણસ માત્ર વાતોથી નહીં પરંતુ પોતાના અમલ (કાર્યો)થી પોતાની માનવતાની સાબિતી આપે છે. દયાળુતા માનવતાનું સૌથી સુંદર પાસું છે, જે સમાજને સુકૂન અને પ્રેમથી ભરી દે છે ♥️♥️

Share this article
નજમુદ્દીન અય્યુબના નિકાહ અને સુલ્તાન સલાહુદ્દીન અય્યુબીનો જન્મ
લેખો

નજમુદ્દીન અય્યુબના નિકાહ અને સુલ્તાન સલાહુદ્દીન અય્યુબીનો જન્મ

ગવર્નર નજમુદ્દીન અય્યુબ મોટી ઉંમર સુધી લગ્ન કરવાની ના પાડતા રહ્યા. એક દિવસ તેમના ભાઈ અસદુદ્દીન શિરકોહે તેમને કહ્યું: "ભાઈ, તમે લગ્ન કેમ નથી કરતા?" નજમુદ્દીને જવાબ આપ્યો: "હું કોઈને મારા લાયક નથી સમજતો..." અસદુદ્દીને કહ્યું: "હું તમારા માટે માગું (સંબંધ) લાવું?" નજમુદ્દીને કહ્યું: "કોનું?"...