*★ બીજાના હકો (અધિકારો) નું ધ્યાન રાખો:*

*આ હકો ન તો ઉમરા...
Ummah Post
23 November, 2024

*★ બીજાના હકો (અધિકારો) નું ધ્યાન રાખો:*

*આ હકો ન તો ઉમરાહ કે હજની અદાયગીથી ખતમ થાય છે.*

*ન તો લાંબી નમાઝો, કિયામ કે વધુ રોઝા રાખવાથી.*

*અને ન તો કુરઆન પાકને હજાર વખત પઢવાથી.*

*બલ્કે આ હકો માત્ર ત્યારે જ ખતમ થાય છે જ્યારે તેને તેના અસલ હકદારોને પાછા આપવામાં આવે.*

*જેમ કે અલ્લાહ તઆલા ફરમાવે છે:*

*"બેશક અલ્લાહ તમને હુકમ આપે છે કે અમાનતો તેના હકદારોને સોંપો, અને જ્યારે લોકો વચ્ચે ફેંસલો કરો તો ઇન્સાફથી ફેંસલો કરો"*

*(અન્-નિસા: 58)*

*યાદ રાખો! ઇબાદતોની સાથે હકુમુલ ઇબાદ (માનવ અધિકારો) ની અદાયગી પણ દીન (ધર્મ) નો મહત્વનો ભાગ છે.*

Share this article
પરહેઝગાર ઉસ્તાદ અને સમજદાર શાગિર્દ (વિદ્યાર્થી)
લેખો

પરહેઝગાર ઉસ્તાદ અને સમજદાર શાગિર્દ (વિદ્યાર્થી)

હઝરત હકીમુલ ઉમ્મત થાનવી અને હઝરત શાહ વસીઉલ્લાહ ઇલાહાબાદી (નૂરુલ્લાહ મરકદહુમા) બંનેએ આ વાકિયો (પ્રસંગ) નકલ કર્યો છે કે એક પરહેઝગાર આલિમ બાળકોને ભણાવતા હતા. એક દિવસ તેમના ઘરમાં ગરીબી અને ભૂખમરો (ફક્ર વ ફાકા) હતો, ભૂખની તીવ્રતાથી તેમનો ચહેરો કરમાઈ ગયો હતો. જે વિદ્યાર્થીઓ (તલબા) ભણવા આવતા હતા તેમાંથી એક...