શેખુલ ઈસ્લામ હઝરત મુફ્તી મોહમ્મદ તકી ઉસ્માની (મદ ઝિલ્લુહૂ) ન...
Ummah Post
26 November, 2024

શેખુલ ઈસ્લામ હઝરત મુફ્તી મોહમ્મદ તકી ઉસ્માની (મદ ઝિલ્લુહૂ) ની અહલે ઇલ્મ (વિદ્વાનો) ને નસીહત (શિખામણ):

"મેં ઘાટે-ઘાટનું પાણી પીધું છે અને દેશ-વિદેશ ફર્યો છું. દરેક દેશ અને દરેક વર્ગના ઉર્દૂ, અરબી, ફારસી અને ઇંગ્લિશના પુસ્તકો મેં વાંચ્યા છે. ઇસ્લાહે નફ્સ (આત્મ-સુધારણા) અને ઝાહિર વ બાતિન (બાહ્ય અને આંતરિક) ની સુધારણાને લગતા હઝરત થાનવી (રહમહુલ્લાહ) ના મવાઇઝ (ઉપદેશો) થી ચઢિયાતું મેં કોઈ પુસ્તક જોયું નથી. મારી હદથી વધારે વ્યસ્તતા હોવા છતાં હું દરરોજ સૂતા પહેલા તેમનું આશરે પાંચ મિનિટ ચોક્કસ અધ્યયન (વાંચન) કરું છું. કેટલીકવાર દિલ તેમાં એવું લાગી જાય છે કે આ ટૂંકો સમય અડધા કલાક સુધી પણ ચાલ્યો જાય છે. હઝરતનો કોઈ ને કોઈ વઅઝ (ઉપદેશ) હંમેશા મારા ઓશીકે રાખેલો રહે છે. મને સમજાતું નથી કે હું તેમની ઉપયોગિતા તમારા દિલ અને મગજમાં કઈ રીતે ઉતારું? બસ! હું આપને હાથ જોડીને વિનંતી કરું છું કે આપમાંથી દરેક તાલિબે ઇલ્મ (વિદ્યાર્થી) હઝરત (રહમહુલ્લાહ) ના મવાઇઝ અને ખુતબાત (પ્રવચનો) ને પોતાના રોજના નિત્યક્રમમાં સામેલ કરી લે. શક્ય છે કે શરૂઆતમાં આપનું દિલ તેમાં ન લાગે, પરંતુ આપ જેમ-જેમ આગળ વધતા જશો, ઇન્શાઅલ્લાહ દિલ તેમાં ખેંચાતું ચાલ્યું જશે અને એક જ બેઠકમાં આપ તેને પૂરું કરવા ચાહશો."

(લતાઇફે અશરફિયા)

Share this article
વિદ્વાનો અને મહાનુભાવોમાં નમ્રતા અને મધુર સ્વભાવની જરૂરિયાત
લેખો

વિદ્વાનો અને મહાનુભાવોમાં નમ્રતા અને મધુર સ્વભાવની જરૂરિયાત

વિદ્વાનો અને સમાજના મહાનુભાવો (ખવાસ) ના વર્ગમાં નમ્રતા અને મધુર સ્વભાવ હોવો અત્યંત જરૂરી છે. કડક અવાજમાં વાત કરવી અને કોઈ વાત પર નારાજ થવું, જો તાલીમ અને સુધારાની ભાવનાથી હોય તો સ્વાભાવિક છે કે તેમાં કોઈ વાંધો નથી. પરંતુ, જો તેનો હેતુ માત્ર પોતાના ગુસ્સાને શાંત કરવાનો અને પોતાના દિલની ભડાસ કાઢવાનો હ...