એક વખત એક ફકીરે મુલ્લા નસીરુદ્દીનનું ઘર જોઈ લીધું. હવે તે રોજ આવતો અને ખાવા-પીવાની સામગ્રી સાથે થોડા પૈસા પણ માંગીને લઈ જતો. મુલ્લા નસીરુદ્દીન તેનાથી કંટાળી ગયા હતા અને તેની પાસેથી પીછો છોડાવવાની કોઈ યુક્તિ વિચારી રહ્યા હતા.
દિવસે મુલ્લા નસીરુદ્દીન જમવા બેઠા જ હતા કે પેલો ફકીર આવી પહોંચ્યો. મુલ્લા નસીરુદ્દીને ખીજાઈને પૂછ્યું:
"આખરે તું છે કોણ? જે રોજ આવી પહોંચે છે?"
ફકીરે સાદગીથી જવાબ આપ્યો: "ખુદાનો મહેમાન!" મુલ્લા નસીરુદ્દીન તરત જ બહાર આવ્યા, ફકીરનો હાથ પકડ્યો અને શહેરની જામા મસ્જિદ લઈ ગયા. મસ્જિદની અંદર પહોંચાડીને કહ્યું: "અત્યાર સુધી તો તું મોટી ગેરસમજમાં હતો. તે ઘર જ્યાં તું રોજ પહોંચતો હતો તે મારું ઘર છે; પરંતુ જ્યારે તેં જણાવ્યું કે તું ખુદાનો મહેમાન છે, તો મને એમાં બેઅદબી (અપમાન) લાગી કે ખુદાના મહેમાનને ખુદાના ઘરથી અજાણ રાખું." તે પછી પાછા ફરતા તેમણે કહ્યું: "ખબરદાર! જો તેં મારા ઘર તરફ પગ પણ મૂક્યો તો. ઓ ખુદાના મહેમાન! ખુદાના ઘરને સારી રીતે ઓળખી લે અને આમતેમ ભટકતો ના રહે."