અઝરબૈજાન એરલાઇન્સની ફ્લાઇટ J2-8243, જે બાકુથી ગ્રોઝની જઈ રહી હતી, તે કઝાકિસ્તાનના અકટાઉ શહેર નજીક ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગઈ.
ગ્રોઝનીમાં ધુમ્મસના કારણે ફ્લાઇટનો રૂટ બદલવામાં આવ્યો હતો. 67 લોકોને લઈ જતું વિમાન એક ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું અને આગની લપેટમાં આવી ગયું હતું, જેમાં 42 લોકોના મોતના આશંકા છે.
ઇમરજન્સી ટીમોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો, અને બચી ગયેલા 27 લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
એરલાઇને પુષ્ટિ કરી છે કે વિમાને અકટાઉથી અંદાજે ત્રણ કિલોમીટર દૂર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.