મલફૂઝ: ભોળા હોવું કમાલ નથી
*મલફૂઝાતે હકીમુલ ઉમ્મત મુજદ્દિદુ...
Ummah Post
24 March, 2025

મલફૂઝ: ભોળા હોવું કમાલ નથી

*મલફૂઝાતે હકીમુલ ઉમ્મત મુજદ્દિદુલ મિલ્લત હઝરત મૌલાના મોહમ્મદ અશરફ અલી થાનવી રહમતુલ્લાહ અલયહ*

*ભોળા હોવું કમાલ નથી*

ઇરશાદ ફરમાવ્યો કે ખૂબ સમજી લો કે બુઝુર્ગોમાં વધારે કામિલ (પૂર્ણ) એ છે જેની હાલત નબી ﷺ ની સાથે વધારે મુશાબેહ (મળતી આવતી) હોય. તો કોઈ નબી ભોળા નહોતા થયા, જેટલા નબી થયા છે તે બધા અત્યંત હોશિયાર અને બેદાર-મગ્ઝ (જાગૃત મગજના) હતા. તેથી વધારે કામિલ એ જ હશે જે અત્યંત હોશિયાર હોય, ભોળા હોવું કોઈ કમાલ નથી, ભોળો માણસ પણ સમજશે કોઈના મક્ર (કપટ) ને? જ્યારે ઇન્સાનના જ કપટને નહીં સમજે તો શૈતાનના કપટને શું ખાક સમજશે કારણ કે શૈતાનનું કપટ તો ઇન્સાનના કપટ કરતાં વધુ સખત છે. એમ વઝીફો પઢવો એ અલગ વાત છે, બાકી તરબિયત (કેળવણી) જેનું નામ છે તે ભોળા માણસથી થઈ શકે નહીં. તરબિયત અને ઇસ્લાહ (સુધારણા) બીજાઓની એ જ કરી શકે છે જે અત્યંત હોશિયાર અને બેદાર-મગ્ઝ હોય, આથી બૈઅત પણ પસંદગી કરીને આવા જ શખ્સ સાથે કરવી જોઈએ.

(૩૧૩ અશરફી જવાહરાત, સફા ૨૨)

Share this article
વર્તમાન સમયમાં ઇઝરાયેલ અંગેના ત્રણ દ્રષ્ટિકોણ (વલણ)
લેખો

વર્તમાન સમયમાં ઇઝરાયેલ અંગેના ત્રણ દ્રષ્ટિકોણ (વલણ)

વર્તમાન સમયમાં ઇઝરાયેલ અંગે ત્રણ દ્રષ્ટિકોણ (મોકિફ) જોવા મળે છે: નંબર (૧) ઇઝરાયેલ, અમેરિકા વગેરે: તેમનું વલણ એવું છે કે: બૈતુલ મુકદ્દસ (જેરૂસલેમ) સહિત પેલેસ્ટાઇનના જેટલા ભાગ પર ઇઝરાયેલનો કબજો છે, તે ઇઝરાયેલનો ભાગ છે. દેશનિકાલ કરાયેલા પેલેસ્ટિનીઓ ગમે ત્યાં જાય, પેલેસ્ટાઇનમાં તેમના માટે કોઈ જગ્યા...