મલ્ફૂઝ (કથન): આફિયત (કુશળતા) ને ગનીમત (સૌભાગ્ય) સમજો
*મલ્ફૂ...
Ummah Post
3 April, 2025

મલ્ફૂઝ (કથન): આફિયત (કુશળતા) ને ગનીમત (સૌભાગ્ય) સમજો

*મલ્ફૂઝાત-એ-હકીમ-ઉલ-ઉમ્મત મુજદ્દિદ-ઉલ-મિલ્લત હઝરત મૌલાના મુહમ્મદ અશરફ અલી થાનવી રહમતુલિલ્લાહ અલયહ*

*આફિયત ને ગનીમત સમજો*

ઇરશાદ ફરમાવ્યો કે આફિયત (કુશળતા) અને અમન (શાંતિ) ને ગનીમત સમજો અને આફિયત તથા અમનની જ દુઆ માગો, હા જો કોઈ મુસીબત પોતાની જાતે જ આવી પડે તો તેમાં સબ્ર અને ઇસ્તકલાલ (ધીરજ અને મક્કમતા) થી કામ લો, આ જ સુન્નત છે. હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની આદત-એ-શરીફા આ જ હતી કે તેઓ પોતે કોઈ અકસ્માત કે આફતની તમન્ના (ઇચ્છા) ન ફરમાવતા હતા, અલબત્ત હર્બ (યુદ્ધ) નો પ્રસંગ હોય ત્યારે જે તેના યોગ્ય તદબીરો (ઉપાયો) હોય તે અખત્યાર કરતા હતા.

(313 અશરફી જવાહરાત, પાના નંબર 55)

Share this article
વ્યવહારોની ચોખ્ખાઈ અને આખિરતનો ડર
લેખો

વ્યવહારોની ચોખ્ખાઈ અને આખિરતનો ડર

હઝરત વાલા (રહ.) તરફથી તેમના તમામ મુરીદો (શિષ્યો) અને સંબંધિત લોકોને એ માર્ગદર્શન (હિદાયત) હતું કે જ્યારે પણ રેલવેમાં મુસાફરી કરો, અને તમારો સામાન રેલવે દ્વારા મફત લઈ જવાની મંજૂરી આપેલી માત્રા કરતાં વધુ હોય, તો તે સ્થિતિમાં તમારા સામાનનું વજન કરાવો અને વધારાના સામાનનું ભાડું ચૂકવો, પછી જ મુસાફરી કરો....