એકવાર ઇમામ અહમદ બિન હંબલ (રહમહુલ્લાહ) બગદાદના બજારમાં ગયા. ત...
Ummah Post
7 June, 2025

એકવાર ઇમામ અહમદ બિન હંબલ (રહમહુલ્લાહ) બગદાદના બજારમાં ગયા. તેમણે લાકડાનો એક ભારો ખરીદ્યો અને પોતાના માથા પર મૂકીને ઘર તરફ ચાલવા લાગ્યા. જ્યારે લોકોએ આ જોયું તો (અફરાતફરીના કારણે) બજાર બંધ થઈ ગયા. વેપારીઓ કતારબદ્ધ રસ્તો છોડીને ઊભા રહી ગયા. વેપારીઓએ સલામ અર્ઝ કરી અને કહ્યું, "અમે આ ઉપાડી લઈએ છીએ."

ઇમામના હાથ ધ્રૂજી ઊઠ્યા, ચહેરો લાલ થઈ ગયો અને આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા અને તેમણે ફરમાવ્યું: "આપણે તો મસાકીન (લાચાર/ગરીબ) છીએ, જો ખુદાએ આપણા પર પડદો ન રાખ્યો હોત તો આપણે અપમાનિત (ઝલીલ) થઈ જાત."

Share this article
ઇમામ શાફઈ (રહ.) ની મરઝ-ઉલ-વફાત (અંતિમ બીમારી) ની હાલત
લેખો

ઇમામ શાફઈ (રહ.) ની મરઝ-ઉલ-વફાત (અંતિમ બીમારી) ની હાલત

ઇમામ મુઝની (રહ.) ફરમાવે છે: હું હઝરત ઇમામ શાફઈ રહમતુલ્લાહી અલયહીની મરઝ-ઉલ-વફાત (અંતિમ બીમારી) માં તેમની પાસે હાજર થયો અને તેમને વિનંતી કરી: "આપે કઈ હાલતમાં સવાર કરી છે?" ફરમાવ્યું: "આજે દુનિયામાંથી વિદાય લેવાનો છું, મિત્રોને છોડવાનો છું, મોતનો પ્યાલો પીવાનો છું, પોતાના ખરાબ કર્મો (આમાલ) ને મળવાનો છુ...