શુમૈત બિન અજલાન રહમતુલ્લાહ દુનિયાદારીમાં ડૂબેલા લોકોના (દુનિ...
Ummah Post
10 October, 2024

શુમૈત બિન અજલાન રહમતુલ્લાહ દુનિયાદારીમાં ડૂબેલા લોકોના (દુનિયા પરસ્તોના) લક્ષણો જણાવતા કહે છે:

"તે હંમેશા પેટનો પુજારી અને માનસિક સમજણથી (ઝેહની ફરાસતથી) વંચિત હોય છે. પેટ અને વાસનાની જરૂરિયાતો પૂરી કરવા સિવાય બાકીની તમામ જરૂરિયાતોથી તે બેફિકર રહે છે. તે દરેક ક્ષણે એ જ વિચારતો રહે છે કે ક્યારે સવાર પડે અને હું ખાવા-પીવામાં તથા અન્ય મોજ-મજામાં વ્યસ્ત થઈ જાઉં, અને ક્યારે રાત પડે કે હું મારા શયનખંડમાં (ખ્વાબગાહમાં) જઈને આરામ કરું. તે રાતની મુર્દા લાશ અને દિવસનો નકામો માણસ હોય છે."

[અઝ-ઝુહદ લિ-ઇમામ અહમદ]

Share this article
ઉપકારનો બદલો
લેખો

ઉપકારનો બદલો

બનૂ કુરૈઝા, જે યહૂદીઓનો એક પ્રખ્યાત કબીલો છે, તેણે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સાથેના પોતાના કરારનો ભંગ કરીને ગઝવા-એ-ખંદક (ખંદકની લડાઈ) માં કુફ્ફાર-એ-કુરૈશની મદદ કરી હતી. મુસલમાનોએ ગઝવા-એ-ખંદકથી ફારગ થઈને બનૂ કુરૈઝા પર હુમલો કર્યો અને આશરે આખા કબીલાને ધરપકડ કરી લીધો. ઇમામ મગાઝી ઇબ્ન ઇસહા...