*સ્મિત કરો (મુસ્કુરાઓ)* 

મુશ્તાક અહમદ યુસુફી સાહેબ કહે છે...
Ummah Post
15 October, 2024

*સ્મિત કરો (મુસ્કુરાઓ)*

મુશ્તાક અહમદ યુસુફી સાહેબ કહે છે કે, વિદ્યાર્થીકાળ દરમિયાન એક વખત ઉર્દૂના પેપરમાં "શુદા" શબ્દ પરથી ચાર પ્રત્યયો (લાહિકા) લખવાનું કહેવામાં આવ્યું. મેં જવાબમાં લખ્યું:

"શાદી શુદા (પરણિત), ગુમ શુદા (ગુમ થયેલ), ખતમ શુદા (પૂર્ણ થયેલ), તબાહ શુદા (બરબાદ થયેલ)"

બીજા દિવસે આદરણીય શિક્ષકે પેપર્સ ચેક કરીને પાછા આપ્યા તો મને પ્રત્યયોવાળા પ્રશ્નમાં ચારમાંથી આઠ માર્ક્સ મળ્યા હતા. મેં શિક્ષક સાહેબને વધારાના માર્ક્સ વિશે પૂછ્યું તો તેમણે સ્મિત કરીને કહ્યું:

"ચાર માર્ક્સ સાચા જવાબના છે અને ચાર માર્ક્સ સાચા ક્રમના છે!"

Share this article
મદીના મુનવ્વરાની પ્રખ્યાત ખજૂર
લેખો

મદીના મુનવ્વરાની પ્રખ્યાત ખજૂર

મદીનામાં ઘણી જાતની ખજૂર જોવા મળે છે, જેમાંથી કેટલીક પ્રખ્યાત જાતો નીચે મુજબ છે: 1. અજવા (Ajwa): - આ મદીનાની સૌથી પ્રખ્યાત ખજૂર છે. - તેનો રંગ ઘટ્ટ કાળો હોય છે અને તે નરમ અને મીઠી હોય છે. - અજવા ખજૂરને અલ્લાહના રસૂલ ﷺ તરફથી વિશેષ મહત્વ (ફઝીલત) આપવામાં આવ્યું છે. 2. અંબરા (An...