હે વ્યાકુળ દિલ (દિલ-એ-મુઝતરિબ)! તારી શાંતિ (સુકૂન) ક્યાં ખોવ...
Ummah Post
1 January, 2024

હે વ્યાકુળ દિલ (દિલ-એ-મુઝતરિબ)! તારી શાંતિ (સુકૂન) ક્યાં ખોવાઈ ગઈ, તારી ખુશી શું થઈ, તારો ચેન કોણે બરબાદ કરી દીધો? તું પણ અજીબ છે, થોડી મુશ્કેલથી પ્રાપ્ત થતી (મુશ્કિલ-ઉલ-હુસૂલ) ઈચ્છાઓ પાછળ પડીને તેં તારા સુકૂન અને સંતોષને જ દાવ પર લગાડી દીધો!!!

જો! સુકૂનથી મોટી કોઈ દોલત નથી, ખુશ રહેતા શીખ! સાદું પાણી પીને, વૃક્ષો અને દીવાલોના પડછાયામાં બેસીને, આ થોડા દિવસોની જિંદગી પછીની કાયમી (શાશ્વત) શાંતિ વિશે વિચારીને. ખુશ રહેતા શીખ! હોલા અને કોયલના ગીતો સાંભળીને, બુલબુલના મંત્રમુગ્ધ કરી દેનારા અવાજોથી મંત્રમુગ્ધ થઈને, પતંગિયાને દીવાની આસપાસ ઘૂમતું જોઈને.

ચકલીઓના કલરવ અને નદીઓના પ્રવાહના અવાજને અનુભવ કર! પોતાના મનની દુનિયા વસાવ! એકલતા સાથે દિલ લગાડ, પુસ્તકોને જીવથી વહાલા મિત્ર બનાવ! નિરાશા છોડ અને મહેનતથી કામ કર, અને આ બધાની સાથે સાથે રબ (ઈશ્વર)નું નામ લે.

Share this article
મદીના મુનવ્વરાની પ્રખ્યાત ખજૂર
લેખો

મદીના મુનવ્વરાની પ્રખ્યાત ખજૂર

મદીનામાં ઘણી જાતની ખજૂર જોવા મળે છે, જેમાંથી કેટલીક પ્રખ્યાત જાતો નીચે મુજબ છે: 1. અજવા (Ajwa): - આ મદીનાની સૌથી પ્રખ્યાત ખજૂર છે. - તેનો રંગ ઘટ્ટ કાળો હોય છે અને તે નરમ અને મીઠી હોય છે. - અજવા ખજૂરને અલ્લાહના રસૂલ ﷺ તરફથી વિશેષ મહત્વ (ફઝીલત) આપવામાં આવ્યું છે. 2. અંબરા (An...